HomeNationalવધુ એક ફટકોઃ બાકી હતું તો હવે હાઈવે પર ટોલ ટેક્સમાં પણ...

વધુ એક ફટકોઃ બાકી હતું તો હવે હાઈવે પર ટોલ ટેક્સમાં પણ ભાવ વધારો, જાણો કેટલા વધ્યા

પેટ્રોલ ડીઝલ, ગેસ, ખાદ્યતેલ બાદ હવે હાઈવે પરના ટોલ ટેક્સમાં ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. નેશનલ હાઈવે પર મુસાફરી કરનારાઓએ હવે વધારે પૈસા ચૂકવવા પડશે. એક બાજું પેટ્રોલ ડીઝલના ભાવ વધતા પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે. એવામાં હવે ટોલ ટેક્સમાં ભાવ વધારો થતા પ્રવાસ મોંઘો બની રહ્યો છે. આવનારા ટૂંક જ સમયમાં ખાનગી ટ્રાવેલ્સવાળા ટિકિટમાં ભાવ વધારો કરે તો નવાઈ નહીં.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અનુસાર હવે નેશનલ હાઈવે પર મુસાફરી કરનારાઓ પાસેથી પહેલાથી જ વસુલી લેવામાં આવતો ટોલ ટોક્સનો ભાવ વધી ગયો છે. જેમાં હવે રૂ.10થી લઈને 65 રૂપિયા સુધીનો કરી દેવાયો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી આ અંગે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે જાહેર કર્યા બાદ આ ભાવ વધારો 31 માર્ચની અડધી રાત્રે લાગુ કરી દેવામાં આવ્યો છે. એટલે કે, તા.1 એપ્રિલથી આ લાગુ કરી દેવાયો છે. ટોલ ટેક્સમાં 10થી 50 ટકા સુધીનો ભાવ વધારો કરી દેવાયો છે. નાણાકીય વર્ષ 2021-22માં ટોલ ટેક્સની રકમ 5 રૂપિયાથી વધારીને 25 રૂપિયા કરી દેવામાં આવી હતી. આર્મીના વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, શબવાહિની, વીઆઈપી સાઈનવાળા વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. કાર/જીપ/વાનને વન-વે મુસાફરી માટે રૂ. 125 ટોલ ટેક્સ ચૂકવવો પડશે. રિટર્ન માટે 185 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે માસિક રૂપિયા 4135ની રકમ એક મહિના માટે ચૂકવવાની રહેશે. મિનિ બસ માટે વન-વે મુસાફરી માટે 190 રૂપિયા રિફન્ડ માટે 285 રૂ. કરી દેવામાં આવ્યા છે.

દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે, હરિદ્રાર-કાશીપુર નેશનલ હાઇવે, કાનપુર હાઇવે નવાબગંજ રૂટ, અયોધ્યા હાઇવે અહમદપુર રૂટ, સહારનપુર-અંબાલા જેવા લાંબા અંતરના હાઈવે પર નવો ભાવ લાગુ કરી દેવામાં આવ્યો છે. એટલે નવી રકમ અનુસાર પૈસા ચૂકવવાના રહેશે. દેશના મેટ્રો સિટીને જોડતા મોટાભાગના નેશનલ હાઈવેને જોડતા ટોલનાકા પર ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.

ભારે વાહનો માટે રકમ
બસ/ટ્રકથી એક્સલ વાહનની વન-વે મુસાફરી માટે 380 રૂપિયા રિફન્ડ માટે 570 રૂ
માસિક 12,650 રૂપિયા એક મહિનાના,
3-6 એક્સલ કોમર્શિયલ વાહનોએ રૂ. 575નો ટોલ અને સાથે રૂ. 860 રીટર્ન
રૂ. 19,125નો માસિક એક મહિના માટે,
કોમર્શિયલ વાહનોએ વન સાઈડ રૂ.755, રિફંડ સાથે રૂ.1130 અથવા માસિક 25,105 રૂપિયા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW