રાજ્યમાં વનરક્ષકની લેખિત પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે રાજકારણ ગરમાયુ છે. એવામાં યુવરાજસિંહે દાવા અને પુરાવા આપતા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. યુવરાજસિંહ પર કરેલી ટિપ્પણીના મામલે ગુજરાત કરણીસેનાએ યુવરાજસિંહને સમર્થન આપ્યું છે. જ્યારે જીતુ વાઘાણીને એના શબ્દો પાછા ખેંચવા કહ્યું છે. જીતુ વાઘાણીએ યુવરાજસિંહ પર કટાક્ષ કરતા કરણીસેના લાલચોળ થઇ છે.
યુવરાજસિંહે જીતુ વાઘાણીના મત વિસ્તારમાંથી પેપર વાયરલ થયુ હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના પર જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી. જીતુ વાઘાણીએ એવી પ્રતિક્રિયા આપી હતી કે પહેલા દિવસે શું સાપ સુંઘી ગયો હતો? આ વાતની મામલો ગરમાયો છે. કરણીસેના પ્રમુખ જે.પી. જાડેજાએ જીતુ વાઘાણીના નિવેદન અંગે વિસ્તારથી વાત કરતી જણાવ્યું કે, ક્ષત્રિય યુવાન ભ્રષ્ટાચાર ખુલ્લુ પાડવા મેદાને પડ્યો છે. એવા સમયે સરકાર એનું સમર્થન કરવું જોઈએ. આ કેસમાં જીતુ વાઘાણી પોતાના શબ્દો પરત લે. નહીં તો કરણી સેના એના અંદાજ અનુસાર કામ કરશે. આગામી વિધાનસભા ચૂંટણીમાં કરણી સેના ભાજપનો વિરોધ કરશે. એ નક્કી છે. યુવરાજસિંહે જાડેજાએ સરકાર સામે એવો દાવો કર્યો કર્યો હતો કે વનરક્ષકનું પેપર ચાલુ પરીક્ષાના 1.04 મિનિટમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. સૌરાષ્ટ્રની જુદી જુદી 25 શાળાઓમાં ચિટિંગના કેસ થયા છે. વૉટ્સએપ ગ્રુપમાં વનરક્ષક પરીક્ષાનું પેપર ફરી રહ્યું હતું.પેપરલીક ગણવું કે પછી ચીટિંગ? આ પ્રશ્ન અમે પ્રજા પર છોડી દઈએ.

પાલીતાણાની કોચિંગ સેન્ટરમાંથી આ જ પેપરના ફોટા વાયરલ થયા. ચાલુ પરીક્ષાએ પેપર વાયરલ થયું તેના પૂરાવા અમે સરકારને આપીએ છીએ. આ સાથે રાજકોટ, ઉનાવા, તળાજાના સેન્ટરો પર ગેરરીતિ થઈ. યુવરાજસિંહના આક્ષેપો બાદ પરીક્ષામાં ગેરરીતિ મામલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી કે, ત્રણ દિવસ બાદ પેપર ફૂટ્યાનો દાવો કરવાનો મતલબ શું છે? એ બંનેમાં તફાવત છે કે, પેપર ફૂટે અને ગેરરિતી થાય. વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ થઇ છે પેપર ફૂટ્યું નથી. વિદ્યાર્થીઓને ગેરમાર્ગે કેટલાક લોકો દોરી રહ્યા છે. પરીક્ષાના તમામ CCTV ફૂટેજ જિલ્લા પોલીસવડા અને તકેદારી આયોગ પાસે છે. જોકે, આ પહેલા તેઓ કહી ચૂક્યા હતા કે, પેપર ચાલું થયું એ પછી જવાબ સામે આવ્યા છે. ફૂટવાનું હોત તો પરીક્ષા પહેલા કેમ ન ફૂટ્યું? પરીક્ષાના પ્રથમ દિવસે શું તેમને સાપ ગળી ગયો હતો કે સામે ન આવ્યા. પારદર્શી વ્યવસ્થા માટે સરકાર કટિબદ્ધ છે. લોકોએ રાજકીય ફાયદો લેવા ઉમેદાવરોને કોઇ ગેરમાર્ગે ન કરવા જોઈએ. ગેરરિતી કરતા લોકોની ધરપકડ કરાઇ હોવાનું પણ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

