HomeGujaratતમે તો ડુપ્લીકેટ રાય ખરીદી નથી ને, અહીંયાથી ઝડપાયુ આખુ ગોડાઉન

તમે તો ડુપ્લીકેટ રાય ખરીદી નથી ને, અહીંયાથી ઝડપાયુ આખુ ગોડાઉન

રાજ્યમાં મસાલાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે રાજકોટમાં ગઈકાલે મરચામાં કેમિકલ તથા હળદરમાં સ્ટાર્ચ પાવડરનું ભેળસેળ કરવામાં આવતું હોવાનું ખુલ્યું હતુ. તો આજે જૂના માર્કેટિંગ યાર્ડમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડો પાડીને ડુપ્લીકેટ રાઈ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. તેમજ ગોડાઉન પડેલી રાય અને કલર ભેળવવાનું મશીન કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા જૂના માર્કેટ યાર્ડમાં દરોડા પાડતા ડુપ્લીકેટ રાઇનો જથ્થો મળી આવ્યો. આરોગ્ય વિભાગ દ્વારા સતત બીજા દિવસે દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ડુપ્લીકેટ રાઇ બનાવતુ ગોડાઉન ઝડપાયુ હતું. અહીં મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ રાઇનો જથ્થો મળી આવ્યો. તપાસ કરતા માલુમ પડ્યુ કે જે હલકી ગુણવત્તા ધરાવતી રાઇ હતી તેની પર કલર ચઢાવીને વેચાણ કરતા હતા. આરોગ્ય વિભાગ દ્વારા દરોડો પાડતા મોટી માત્રામાં હલકી ગુણવત્તા ધરાવતી રાઇનો જથ્થો મળી આવ્યો. આ એવી રાઇ હતી જે ફેંકી દેવાની હોય. તેના બદલે તેઓ રાઇ પર કલર ચઢાવીને સારી ક્વૉલિટી રાઇ કહીને બજારમાં વેચાણ કરતા હતા.

રાજકોટના નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતુ કે આવી રાઇ સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ રાઇ ખાવાલાયક હોતી નથી તેવામાં તેની પર કલર ચઢાવવામાં આવે છે. જેનાથી કેન્સર થવાની પણ શક્યતા છે. આરોગ્ય વિભાગે વિઝિલન્સ પોલીસને સાથે રાખીને દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. રાઇને સારી ક્વૉલિટીની બનાવવા માટે એક મશીન પણ ગોડાઉનમાંથી મળી આવ્યુ. જેમાં ખરાબ રાઇ ઉપર કલર કરવામાં આવતો હતો. જ્યારે આરોગ્ય વિભાગે આ રાઇની ચકાસણી કરી તો રીતસર કલર હાથમાં ચોંટી ગયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW