HomeGujaratમોરબીમાં આંગડીયા પેઢીના 2 કર્મચારી લુંટાયા, કારમાં આવેલ 4 શખ્સ આશરે 1...

મોરબીમાં આંગડીયા પેઢીના 2 કર્મચારી લુંટાયા, કારમાં આવેલ 4 શખ્સ આશરે 1 કરોડ રોકડ પાર્સલ લુંટ ચલાવી ફરાર

મોરબીની વીપી આંગડિયા પેઢીને રાજકોટની આંગડીયા પેઢીના સંજય પટેલ નામની વ્યક્તિએ આશરે 1 કરોડ રૂપિયા ભરેલ પાર્સલ સોમનાથ ટ્રાવેલ્સમાં મોકલ્યુ હતું. જ્યારે આ પાર્સલ લેવા મોરબી કંડલા બાયપાસ રોડ પર આવેલ દલવાડી સર્કલ પાસે આંગડીયા પેઢીના સંચાલક મનીષ પટેલ તેમજ મયંક પટેલ ઉભા હતા. તેઓએ બસમાંથી આ રૂપિયા ભરેલું પાર્સલ લઈ તેમની જીજે 36 બી 5170 નમ્બરની કારમાં જતા હતા તે દરમિયાન બીજી એક કાર અચાનક ધસી આવી હતી અને તેમાંથી 4 જેટલા બુકાની ધારી શખ્સે પ્રથમ પથ્થરના ઘા કરી તેની પાસેથી રૂપિયા ભરેલ પાર્સલ ઝૂંટવી રાજકોટ તરફ ફરાર થઇ ગયા હતા.

બનાવ બાદ સંચાલકે મનીષભાઈ તુરંત જ પોલીસને જાણ કરતા મોરબી એલસીબી એસઓજી તેમજ એ ડીવીઝન ની ટીમ તુરત ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અલગ અલગ ટીમ બનાવી નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી બીજી તરફ એસપી એસ આર ઓડેદરા અને એએસપી અતુલકુમાર બંસલ સહિતનાએ પણ ઘટના સ્થળનું નીરીક્ષણ કર્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW