HomeGujaratકોંગ્રેસ ડૂબતું વહાણ છે જેમાં નરેશ પટેલ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ બેસે એવું...

કોંગ્રેસ ડૂબતું વહાણ છે જેમાં નરેશ પટેલ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ બેસે એવું લાગતું નથીઃ ઈટાલિયા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પહેલા રાજકીય તાપમાન દિવસે દિવસે વધી રહ્યું છે. જેના કારણે જુદી જુદી રાજકીય પાર્ટીની કચેરીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે રાજ્યમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું જેમાં તેમણે નરેશ પટેલનો ઉલ્લેખ કર્યો છે. એક મહત્ત્વની વાત કહીને ઈટાલિયાએ રાજનીતિને નવો મુદ્દો આપ્યો છે.

નરેશ પટેલ મામલે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, કોંગ્રેસ ડૂબતું વહાણ છે. દેશમાં જ્યાં પણ ચૂંટણી થઈ ત્યાં કોંગ્રેસ ખતમ થઈ રહી છે. આવા જહાંજમાં નરેશ પટેલ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ બેસે એવું મને નથી લાગતું. અમારી સાથે આવવા માટે અમે પણ નરેશ પટેલને પ્રપોઝલ આપ્યું છે. પણ અંતિમ નિર્ણય નરેશ પટેલ જ રહેશે. કોંગ્રેસ ગુજરાતમાં જીતશે તો નરેશ પટેલને મુખ્યમંત્રી બનાવશે ને? છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ ચૂંટણી જીતી શકી નથી. રાજ્યમાં નગરપાલિકા, કોર્પોરેશન, પંચાયતની ચૂંટણી તમામ સ્તરે બરોબરની ધોવાઈ ગઈ છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ નરેશ પટેલને મુખ્યમંત્રી પદ તરીકેનો ચહેરો આપે એ નવાઈ પામવા જેવું છે. અમે આદિવાસી સમાજના હિતેચ્છું મહેશ વસાવાને મળવા માટે ગયા હતા. અમે તો તમામ સમુદાય સાથે આગળ વધીશું. ભાજપના ભ્રષ્ટ લોકોને જ દૂર કરવા માગે છે એ અમારી સાથે આવો. નરેશ પટેલ ક્યાં જોડાશે એ અંગે ઘણા કારણો હોઈ શકે છે. અમે અમારી તરફથી પૂરતા પ્રયાસ કર્યા છે. પણ અંતિમ નિર્ણય તો નરેશ પટેલનો રહેશે કે ક્યાં જવું.

હકીકત એવી પણ છે કે, નરેશ પટેલ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ વચ્ચે એક બેઠક થઈ હતી. નરેશ પટેલ પણ એમના સંપર્કમાં રહ્યા છે. જોકે દરેક પાર્ટી એવું ઈચ્છે છે કે, નરેશ પટેલ એમની પાર્ટીમાં આવે. પણ હવે કેવું પગલું ભરાશે એ તો નરેશ પટેલ જ સ્પષ્ટ કરી શકે છે. હાલમાં અનેક એવી અટકળો સેવાઈ રહી છે. પણ એક વાત એ નક્કી છે કે, આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW