HomeGujaratનરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવવાની વાતને ખોડલધામ ટ્રસ્ટે કહ્યું ખોટી વાત છે આ

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવવાની વાતને ખોડલધામ ટ્રસ્ટે કહ્યું ખોટી વાત છે આ

ગુજરાત રાજ્યની રાજનીતિમાં અત્યારે સૌથી મોટો અને મહત્ત્વનો મુદ્દો નરેશ પટેલનો રહ્યો છે. તેઓ રાજકારણમાં એન્ટ્રી કરવાના છે એને લઈને અનેક પ્રકાની વાતચીત થઈ રહી છે. તેઓ ખુદ એવું કહી ચૂકયા છે કે, તે તમામ પક્ષના આગેવાનો તથા નેતાઓના સંપર્કમાં છે. પણ હવે એવા વાવડ સામે આવ્યા છે કે તેઓ આવતા ત્રણ અઠવાડિયા સુધી કોઈ રાજકીય પક્ષમાં જોડાશે નહીં. એટલું નહીં નરેશ પટેલે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે ભાજપમાં જોડાવું કે નહીં એનો કોઈ પ્રકારનો નિર્ણય કર્યો નથી.

કોંગ્રેસે સૂચવેલી પોલીસી માનવી કે નહીં એ અંગે પણ નરેશ પટેલે કોઈ પ્રકારનો નિર્ણય કર્યો નથી. રાજકારણમાં આવવું કે નહીં એ અંગે તેઓ એપ્રિલમાં નિર્ણય લેશે. એપ્રિલ મહિનામાં રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને નરેશ પટેલ એ સમયે જોડાય એ વાત પણ પાયાવિહોણી છે. નરેશ પટેલના પારિવારિક મિત્રો છે એની સાથે વાત થયા અનુસાર એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયા સુધી તેઓ કોઈ નિર્ણય નહીં લે. પહેલી વખત કોઈ સુત્રો નહીં પણ એના જ નજીકના મિત્રો પાસેથી આ માહિતી સામે આવી છે. જુદી જુદી સમિતિ તરફથી હાલમાં એક સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે થયા બાદ જ નક્કી કરવામાં આવશે. ત્રણેય પક્ષના રાષ્ટ્રીય નેતાઓ સાથે વાતચીત થઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ સાથે નરેશ પટેલે બેઠક પણ કરી છે. કોંગ્રેસના આગેવાનો તરફથી જ એ વાત કરવામાં આવી હતી કે, નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે. જે અહેવાલ કેટલાક મીડિયામાં પ્રસારિત થયા હતા. પણ આ વાતનું ખંડન એના મિત્રોએ કર્યું છે. હવે તે રાજકારણમાં એન્ટ્રી કરશે કે એ અંગે પણ કોઈ પ્રકારનો નિર્ણય આવ્યો નથી.

રાજકારણમાં આવવું કે નહીં એ અંગે પણ હજુ નિર્ણય થયો નથી. ખોડલધામ સમિતિએ મીડિયાને માહિતી આપી હતી કે, નરેશ ભાઈ કોંગ્રેસમાં આવશે એ પ્રકારના જે સમાચાર આવી રહ્યા છે એવી કોઈ વાત નથી, હાલ કઈ પાર્ટીમાં જવું એ નક્કી થયું નથી. જે કંઈ વાત જે તે પક્ષને લઈને ચાલે છે એ ખોટી છે. પણ એક વાત નક્કી છે કે, રાષ્ટ્રીય નેતાઓએ એનો સંપર્ક ચોક્કસથી કરેલો છે. ખોડલધામ પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ વીડિયો મારફતે એવી સ્પષ્ટતા કરી કે, નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવવાની વાત તદ્દન ખોટી છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે એ વાતને સમર્થન કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ આપ્યું છે. પણ તે રાજકીય વ્યક્તિ છે. દરેક રાજકીય વ્યક્તિ નરેશ પટેલ પોતાની પાર્ટીમાં આવે છે એવા નિવેદન કરી રહ્યા છે. પણ એવું કંઈ છે નહીં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW