Sunday, July 7, 2024
HomeGujaratકેનેડાની કૉલેજમાં રૂ.9 લાખ ભર્યા હવે 3 વર્ષે રીફંડ દેવાની ના પાડે...

કેનેડાની કૉલેજમાં રૂ.9 લાખ ભર્યા હવે 3 વર્ષે રીફંડ દેવાની ના પાડે છે, સરકાર ન્યાય અપાવે

જાન્યુઆરી 2022ની શરૂઆતમાં જ કેનેડાના ક્યૂબેક પ્રાંતની ઘણી કોલેજોએ નાદારી જાહેર કરી હતી. જેની સીધી અસર ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર પડી હતી. જેમાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓને પણ અસર થઈ છે. નાદારી જાહેર થતા વિદ્યાર્થીઓના ભાવિ સામે જોખમ ઊભું થઈ ગયું છે. આવી કૉલેજમાં ભારતમાં રહીને ઓનલાઇન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. સુરતના એક વિદ્યાર્થીએ એને પડી રહેલી હાલાકી વિશે દિલ ખોલીને વાત કરી છે.

આ વિદ્યાર્થી સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહે છે. જેનું નામ દેવ છે, તે કહે છે કે, ‘હવે મને 10 હજાર ડોલર પાછા મળે તોપણ હું સ્વીકારી લઈશ. હું એટલો કંટાળ્યો છું. કેનેડાની કૉલેજમાં એડમિશન લીધા બાદ મારી જિંદગીના ત્રણ મહત્ત્વના વર્ષ બગડ્યા. સુરતની કૉલેજમાં એડમિશન લઈને ભણવાનો વારો આવ્યો. આર્થિક રીતે ભાંગી ગયા છીએ. માતા પિતા ડિપ્રેશનમાં છે. સરકાર આ કેસમાં અમને મદદ કરે અને રિફંડ પણ અપાવે.‘મેં 12 સાયન્સ પાસ કરીને IELTSની પરીક્ષા આપી હતી. એમાં પાસ થયા એટલે ક્યૂબેકમાં આવેલી CDE કૉલેજમાં કમ્યુટર નેટવર્ક એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રિમમાં મેં એડમિશન લીધું હતું. એ પછી મેં 15852 કેનેડા ડૉલર એટલે કે રૂ.9.65 લાખ ફી ભરી હતી. તા.18 માર્ચ 2020ના રોજ મેડિકલ ચેકઅપ હતું. પણ કોવિડને કારણે તા.22 માર્ચે સરકારે લોકડાઉન જાહેર કર્યું. જેના કારણે બધુ એજ્યુંકેશન અટક્યું. ત્રણ વર્ષે માર વિઝા રિજેક્ટ થયા છે. એ પછી મને કેનેડાની એમ્બેસીમાંથી YOUR FIRST PHASE VISA IS APPROVED એવો ઈ મેઈલ આવ્યો. પણ કોવિડને કારણે બધુ અટકી ગયેલું પડ્યું હતું. પછી કૉલેજે એવું કહ્યું કે, ઓનલાઈન અભ્યાસ કરવાનો રહેશે.પછી ક્લાસ ચાલું પણ થયા. પણ 9 મહિના અભ્યાસ કર્યા બાદ અચાનક એવો મેઈલ આવ્યો કે, YOUR VISA IS REJECTED. YOU ARE NOT ELIGIBLE. YOU CAN APPLY FOR REFUND. આ વાત સામે આવી એટલે પગ નીચેથી જમીન સરકી ગઈ.

આ મામલે મેં અમારા જહાંગીરપુરા વિસ્તારમાં વોર્ડના કોર્પોરેટર સાથે વાત કરી હતી. થોડા દિવસો બાદ આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાં ફોન કર્યો અને સમગ્ર કેસની વાત કરી. એની જ ઓફિસના એક વ્યક્તિ સાથે વાતચીત થઈ છે. વિદેશમંત્રી એસ. જયશંકરને પણ વાતની વાકેફ કર્યા છે. પણ ફોરેન મિનિસ્ટ્રીમાંથી આ બાબતનો કોઈ જવાબ હજુ સુધી આવ્યો નહીં. ભારતમાંથી ઘણા એવા ઠગ એજન્ટો વિદ્યાર્થીઓના ભાવિને દાવ પર લગાડે છે. પછી જોખમ ખેડવાનો વારો આવે છે. વિદ્યાર્થીઓને એડમિશન લેવા માટે સૌથી પહેલા કોલેજ બતાવે છે. પછી એની પ્રક્રિયા અને કૉલેજની વિગત સમજાવે છે. એવું પણ કહે છે કે, DIL નંબર રજિસ્ટર્ડ કોલેજ એટલે કે સરકાર માન્ય. જેના કારણે વિદ્યાર્થીઓ આવી વાતના વિશ્વાસમાં આવી જાય છે. મેં જે કૉલેજમાં અભ્યાસ કર્યો એ DIL નંબર રજિસ્ટર્ડ કોલેજ છે. પણ નાદાર જાહેર થતા આર્થિક જોમખ ખેડી રહ્યા છીએ. આ મામલે મેં કોલેજને મેલ કર્યો ત્યારે શરૂઆતમાં એવું કહ્યું હતું કે રાઇઝિંગ ફિનિક્સ ગ્રુપનો સંપર્ક કરો. જેનો હાલ કોર્ટમાં કેસ ચાલું છે. એ પછી એવું કહ્યું કે, તમે રિએપ્લાય કરી શકો છો, ફરીથી એપ્લાય કરીએ તો બીજા છથી આઠ મહિના જાય એમ છે. GICની પ્રોસેસ ફી રૂપે 5.61 લાખ રૂપિયા છે. જે ભરવા પડે. જ્યારે રીફંડ માટે બેંકની વિગત મોકલી ત્યારે એટલું કહ્યું કે, રીફંડ માટેની પ્રોસેસ ચાલું છે. સુરતની કોલેજમાં જ BSC ITમાં એડમિશન લઈને મારે ભણવું પડે છે. આમ કેનેડાની ઘણી કૉલેજ નાદાર જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને હવામાં હિંચકા નાખે છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,704FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW