HomeGujaratલોના વિદ્યાર્થી સહિત બે શખ્સો ક્રિકેટનો સટ્ટો રમતા ઝડપાયા

લોના વિદ્યાર્થી સહિત બે શખ્સો ક્રિકેટનો સટ્ટો રમતા ઝડપાયા

આઈપીએલ શરૂ થતાની સાથે જ શહેરમાં સટ્ટો રમનારાઓ અને રમાડનારાઓ પડમાં આવ્યાં છે. નાગેશ્વર મેઈન રોડ ઉપર કારમાં બેસીને ક્રિકેટ સટ્ટો રમતા લોના વિદ્યાર્થી સહિત બે શખસોની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી છે. તો અન્ય એક શખસનું નામ સામે આવતા પોલીસે તેને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર રોડ પર આવેલા નાગેશ્વર મેઇન રોડ પર બે શખ્સ કારમાં બેસી ક્રિકેટ સટ્ટો રમાડતા હોવાની પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પોલીસ સોમવારે પોણા અગિયાર વાગ્યે માહિતી મુજબના સ્થળે દોડી ગઇ હતી અને કારમાં બેઠેલા બંને શખ્સને સકંજામાં લીધા હતા. પૂછપરછ કરતા આજ વિસ્તારમાં રહેતો અને એલએલબીનો અભ્યાસ કરતો ધ્રુવેન ભાસ્કર રાઠોડ અને યુનિવર્સિટી રોડ, મીરાનગરમાં રહેતા ઇલેક્ટ્રિશિયન હર્ષ હેમતસિંહ ડોડિયા હોવાનું જણાવ્યું હતું.

બંનેની પૂછપરછમાં સોમવારે રમાયેલા ગુજરાત અને લખનૌ વચ્ચેના મેચ પર મોબાઇલના માધ્યમથી સેશન, હારજીત, રનફેરના ભાવ લગાડી ક્રિકેટ સટ્ટો રમાડતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે બંને મિથુન નામના શખ્સ પાસે કપાત કરાવતા હોવાની કેફિયત આપી હતી. પોલીસે ત્રણ સામે ગુનો નોંધી રોકડા રૂ.2250, બે મોબાઇલ, કાર મળી કુલ રૂ.4.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અને કપાત લેનાર મિથુનને પકડવા દોડધામ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW