રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે વીજ કટોકટી શરુ થઇ રહી છે .બીજી તરફ ખેડૂતો પણ પુરતી વીજળી આપવાની માંગણી કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પુરતી વીજળી આપવા જાહેરાત કરી હતી અને તેના માટે ઉધોગને પણ વીજ કાપ કરવો પડે તો તેની જાહેરાત કરી હતી હવે આ જાહેરાતની અમલવારી શરુ થઇ ગયા છે કારણે સરકાર ખુદ ઉધોગકારોને વીજ કાપ મુકવાનું એલાન કરવામાં આવ્યું છે.જેના પાગલે મોરબી તેમજ રાજકોટ જિલ્લામાં બુધવારે સ્ટેગર ડે જાહેર કરવામાં આવ્યો હતો.જે અંગે પીજીવીસીએલ દ્વારા ઔધોગિક ગ્રાહકોને વપરાશ બંધ રહેશે તેવી ચેતવણી આપી હતી મોરબી જિલ્લાના ઔધોગિક વિસ્તારમાં વહેલી સવારથી વીજળી ગુલ થઈ ગઈ હતી. જેના કારણે ઘડિયાળ ગીફ્ટ આર્ટીકલ સહિતની નાના એકમોએ બંધ પાડ્યો હતો જયારે સિરામિક ફેકટરીમાં અચાનક બંધ કરવી શક્ય ન હોવાથી જનરેટરનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી મોરબીમાં સિરામિક ઉધોગકારોના જણાવ્યા મુજબ વોલ ટાઈલ્સમાં ફેક્ટરી દીઠ કલાકના રૂ 15 હજારનું ડિઝલ જયારે વીટ્રીફાઈદમાં રૂ 30 હજાર સુધીનું ડિઝલ વપરાશ થઇ રહ્યો છે, અને એક તરફ ડિઝલના ભાવમાં થઇ રહેલ અસહ્ય વધારા વચ્ચે કારણે સાંજ સુધીમાં લાખો રૂપિયાનો ખર્ચ વધી ગયો છે .રાજ્યમાં આવતીકાલે ખેડા ભરૂચ,નર્મદા પોરબંદર,ભાવનગર જામનગર દ્વારકા ગીર સોમનાથ,જુનાગઢ સહિતના જીલ્લામાં કાપ રહેશે
વીજ પુરવઠો અને વીજ માંગ વચ્ચે ખુબજ વીજખાધ ઉભી થવા પામેલ છે જેને ધ્યાને રાખી પીજીવીસીએલ મોરબીના માનવંતા ગ્રાહકઓને વીજ બચત કરવા અનુરોધ કરાયો છે
(1) આપના વીજ જોડાણ માં આપના કરારિત વીજ ભાર ની મર્યાદા ની અંદર જ વીજ વપરાશ કરવા ની તકેદારી રાખશો તેમજ શક્ય હોય તો બિન જરૂરી વીજ વપરાશ/ વેડફાટ ટાળવા તથા વીજ બચત કરવા અનુરોધ કરવામાં આવે છે.
. જે ગ્રાહકો કરારિત વિજભાર કરતા વધારે વીજ વપરાશ કરતા માલુમ પડશે તો ન છૂટકે કંપનીનાં પ્રવર્તમાન નિયમ અનુસાર આગળ ની કાર્યવાહી કરવાની ફરજ પડશે. ગ્રાહકો આવી વિપરીત સ્થિતિમાં સાથ સહકાર આપે તેવી અપીલ પીજીવીસીએલ વર્તુળ કચેરી મોરબીના અધિક મુખ્ય ઈજનેર વી એલ ડોબરિયાએ કરી છે

