રાજ્યમાં વીજ પ્રશ્ને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો શરૂ થયા છે. ખેડૂતોને 8 કલાક સુધી વીજળી આપવાની સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી દીધી પણ વાસ્તવિક સ્થિતિમાં ધરતીપુત્રોને માત્ર ત્રણથી છ કલાક સુધીનો જ વીજપુરવઠો મળી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ સરકારને ચીમકી આપી છે કે, જો ખેડૂતોને 12 કલાક વીજળી નહીં મળે તો ધરતીપુત્રો વીજબીલ નહીં ભરે. તેમજ જો તંત્ર ખેડૂતોના કનેક્શન કાંપી નાંખશે તો આપ દ્વારા આવા કનેક્શનો પૂર્વવત કરાશે.
જ્યાં સુધી ખેતીમાં 12 કલાક વીજળી પુરવઠો આપવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો વીજળી બિલ નહીં ભરે. pic.twitter.com/wRpMfCYtm2
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) March 29, 2022
જો વીજળી કંપનીઓના કર્મચારીઓ ખેડૂતોના વીજ-કનેક્શન કાપશે તો "આપ"ના નેતાઓ જાતે જઈને ખેડૂતોના વીજ કનેક્શનો જોડી આપશે. pic.twitter.com/FfS2trnZrT
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) March 29, 2022
પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ ગાંધીનગરમાં પ્રેસકોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને પુરતાં પ્રમાણમાં વીજળી મળતી નથી.જેના કારણે ઉનાળાનું વાવેતર પુરતા પ્રમાણમા નથી થતું. ઉનાળામાં ઘાસચારાનું વાવેતર વધુ થાય છે. પરંતું વીજળી નહીં મળવાથી ખેડૂતોને પાણી મેળવતા મુશ્કેલીઓ થાય છે અને તેના કારણે પાક નહીં થવાથી પશુધનને ઘાસચારો મળતો નથી.
જો ગુજરાત સરકાર ખેડૂતોનો વીજ-પુરવઠો બંધ કરશે તો ના-છૂટકે અમારે ઔદ્યોગિક અને શહેરી વીજ-પુરવઠો બંધ કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત રાજ્ય સરકારે, એના ઉર્જા તેમજ કૃષિ મંત્રાલયની રહેશે.@sagar45rabari @isudan_gadhvi pic.twitter.com/O9hAtOCwxn
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) March 29, 2022

2003થી વીજળીના સમયમાં ઘટાડો શરૂ થયો છે. હવે 8 કલાકથી 6 કલાક કરી છે અને હજી ઘટાડી શકે છે. ગુજરાતની 56 ટકા વસ્તી આ મુશ્કેલીમાં છે. ગુજરાતમાં જ્યાં સુધી 16 કે 12 કલાક અવિરત પુરવઠો ખેડૂતોને નહિ મળે ત્યાં સુધી તેઓ વીજ બિલ નહિ ભરે. જો કોઈ કંપનીઓ બિલ કાપશે તો આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ ખેડૂતના ત્યાં જઈ કનેક્શન ફરી જોડી આપશે. અમારા પર જો બળપ્રયોગ કરશે તો નેશનલ હાઇવે ચક્કાજામ થશે. અન્ય રાજ્યોમાં મફત વીજળી છે તો ગુજરાતમાં વીજળી મફત કેમ નહિ. છેલ્લા ઉપાય તરીકે ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતા નેશનલ હાઇવે ચક્કાજામ કરશે.

