મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં આગજનીના બનાવ સતત વધી રહ્યા છે ત્યારે સોમવારે રાત્રીના સમયે વધુ એક આગની ઘટના સામે આવી છે જેમાં વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ લાલપર ગામ નજીક રંગોલી લેમીનેટસ નામની ફેકટરીમાં મોડી રાત્રે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની 2 ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો બનાવમાં કોઈ જાન હાની સર્જાઈ ન હતી જોકે મશીનરીમાં મોટા પાયે નુકશાન થયું હોવાનું સામે આવ્યુ છે આગનું કારણ હાલ કારણ સામે આવ્યું ન હતું.

