HomeGujaratખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલ રાજીનામું આપશે,કોણ બની શકે છે નવા ચેરમેન

ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલ રાજીનામું આપશે,કોણ બની શકે છે નવા ચેરમેન

ગુજરાત રાજ્યના રાજકારણમાં સૌથી મોટો મુદ્દો એ રહ્યો છે. જેના પર લાખો લોકોની નજર છે. એ મુદ્દો છે નરેશ પટેલ કઈ રાજકીય પાર્ટીથી રાજકારણમાં એન્ટ્રી કરે છે. તે કોઈ રાજકીય પાર્ટીમાં જોડાય એ પહેલા મહત્ત્વના વાવડ સામે આવ્યા છે. જેના પરથી નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી નક્કી મનાય છે. સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશતા પહેલા ખોડલધામનું ચેરમેન પદ છોડી દેશે. તેઓ ચેરમેન પદેથી રાજીનામું આપી શકે છે.

નરેશ પટેલના સ્થાને દિનેશ કુંભાણી ખોડલધામ ટ્રસ્ટના નવા ચેરમેન બની શકે છે. દિનેશ કુંભાણીને નરેશ પટેલની નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. પણ ખોડલધામના બીજા ટ્રસ્ટીઓનો મત જુદો છે. ખોડલધામના બીજા ટ્રસ્ટીઓએ એવો તર્ક આપ્યો છે કે, જો બાબુ જમના પટેલ ઉમિયાધામના પ્રમુખ રહી શકે તો નરેશ પટેલ ખોડલધામના ચેરમેન તરીકે કેમ ન રહી શકે. પણ આવી અનેક વાત અને અટકળ વચ્ચે નરેશ પટેલનો નિર્ણય અંતિમ રહેશે.

સોમવારે સાંજે પત્રકાર પરિષદ પહેલા ખોડલધામની એક ખાસ બેઠક બોલાવાઈ છે. જેમાં તમામ ટ્રસ્ટીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. નરેશ પટેલ 15 દિવસ માટે વિદેશમાં જતા રહે એવી પણ શક્યતાઓ છે. હાલ તેઓ વિદેશ જવા માટેની ખાસ તૈયારીઓ કરી રહ્યા છે. નરેશ પટેલના રાજકીય પ્રવેશ માટે હજું થોડા સમય સુધી રાહ જોવી પડશે. ખોડલધામ ટ્રસ્ટ પ્રવક્તા હસમુખ લુણાગરીયાએ નરેશ પટેલના રાજકીય પ્રવેશ મામલે કહ્યું કે, નરેશ પટેલ કોઈ નિર્ણય નહીં લે. ટ્રસ્ટની એક કમિટી તૈયાર થશે એ પછી નરેશ પટેલ કોઈ નિર્ણય જાહેર કરી શકે છે.

હવે તેઓ એપ્રિલ મહિનામાં રાજકીય એન્ટ્રી અંગે કોઈ મોટો નિર્ણય જાહેર કરી શકે છે. અગાઉ માર્ચ મહિનાના અંત સુધીમાં નિર્ણય જાહેર થાય એવી પૂરી શક્યતાઓ હતી. પણ પછી બિઝનેસના કામમાં વ્યસ્ત હોવાને કારણે નિર્ણય મોડો થશે. જોકે, એક બાજું ટ્રસ્ટની બેઠક યોજાઈ રહી છે. બીજી બાજું કેટલાય રાજકીય પક્ષોમાં બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જેમાં મુખ્ય મુદ્દો દરરોજ ચર્ચાય છે એ છે નરેશ પટેલ. નરેશ પટેલ અને રણનીતિકાર પ્રશાંત કિશોર વચ્ચે બેઠક થઈ હતી. એટલે નરેશ પટેલે શરત મૂકી છે કે, જો પ્રશાંત કિશોરને સમગ્ર કેમ્પેઈનિંગ સોંપી દેવામાં આવે. ગુજરાત અને બિહારમાં ચૂંટણીલક્ષી રણનીતિ નક્કી કરવા માટે એક બેઠક પણ યોજાઈ હતી. તો બીજી બાજું નરેશ પટેલ જીતુ વાઘાણીથી લઈને રાહુલ ગાંધી સુધીના નેતાઓને મળી ચૂક્યા છે. ખાસ તો દિલ્હીમાં રાહુલ ગાંધી સાથેની બેઠકને સૌથી વધારે રાજકીય સૂચક મનાય છે. હાલ તો નરેશ પટેલ કોઈ પાર્ટી સાથે જોડાયા નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW