HomeGujaratCentral Gujaratપરસેવે રેબઝેબ થવા તૈયાર રહેજો,આ સમયગાળામાં પારો 42 ડિગ્રી પાર કરે એવા...

પરસેવે રેબઝેબ થવા તૈયાર રહેજો,આ સમયગાળામાં પારો 42 ડિગ્રી પાર કરે એવા એંધાણ

ગુજરાત રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવવાના શરૂ થઈ ગયા છે. બીજી બાજુ અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે. જેના કારણે તાપમાન સામાન્ય નોંધાઈ રહ્યું છે. હવામાન ખાતા એવી આગાહી વ્યક્ત કરી છે કે, તા.25થી 28 સુધીના સમયગાળામાં હીટવેવ અનુભવાશે. જેના કારણે ગરમી વધશે. પવનની દિશા ઉત્તર પશ્ચિમની રહેતા હવામાં ભેંજનું પ્રમાણ વધારે રહ્યું છે. ઉનાળાના દિવસોમાં હવામાં થોડો ભેજ રહેવાના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે. માર્ચ મહિનામાં આવી ગરમી ક્યારેક જ પડતી હશે. તા.27 માર્ચથી અકળાવી દે એવી ગરમી શરૂ થશે. ગરમીનું જોર વધશે. ખાસ કરીને મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, નડિયા, ખેડા તેમજ અમદાવાદમાં ગરમ પરસેવા છોડાવી દેશે. જ્યારે ગાંધીનગર, પંચમહાલ તથા સૌરાષ્ટ્ર કચ્છના ભાગમાં કાળઝાળ ગરમી પડવાની છે. તા.27 માર્ચથી 7 એપ્રિલ સુધી મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 44 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે કચ્છમાં 42 ડિગ્રી આસપાસ પારો રહી શકે છે. આ સમયગાળામાં કોઈ જિલ્લાઓમાં તાપમાન 45 ડિગ્રીથી પણ વધારે રહી શકે છે. અગનવર્ષાના આ દિવસો પૂરા થયા બાદ હવામાનમાં થોડો પલટો આવશે. એવું અંબાલાલ પટેલનું કહેવું છે. કાળઝાળ ગરમીને કારણે બંગાળના ઉપસાગર તથા અરબી સમુદ્રમાં હવાના દબાણ ઊભા થાય એવી સંભાવના છે. તા. 7 એપ્રિલ બાદ હવામાનમાં આંશિક પલટો આવવાની પૂરેપૂરી સંભાવના છે.

તાપમાન વધવાને કારણે સમુદ્રમાંથી ભેજ ઉપર આવશે. છેલ્લા કેટલાક સમયથી સાંજે વાદળછાયું હવામાન જોવા મળે છે. એટલે ગરમીમાંથી આંશિક રાત થાય છે. અંબાલાલ પટેલે અગાઉ કહ્યું હતું કે, આ વખતેના ઉનાળામાં વારંવાર હવામાનમાં પલટો આવશે. સતત બદલાતી ઋતુને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. જોકે, આની સીધી અસર પાક પર થવાની શક્યતાઓ છે. જોકે, આ વખતે કેરીનો પાક મોડો આવે એવા પૂરા એંધાણ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW