HomeGujaratરાતને રંગીન કરવા માટે કોલગર્લ માટે સાઈટ ખોલી કલાકમાં 1 લાખનો ચૂનો

રાતને રંગીન કરવા માટે કોલગર્લ માટે સાઈટ ખોલી કલાકમાં 1 લાખનો ચૂનો

દરરોજ સાબયર ક્રાઈમના કેસમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ફોન કરીને લોભામણી જાહેરાત કરવાના કેસ વધી રહ્યા છે. આવી જ એક ઘટના અમદાવાદના યુવક સાથે રાજકોટમાં બની હતી. રાત રંગીન કરવા માટે યુવાને કોલગર્લ માટે સાઈટ ખોલી હતી. જેને લઈને સામેથી એક પ્રતિસાદ પણ મળ્યો. પણ ગતણતરીના કલાકમાં યુવાને રૂ.1 લાખ ગુમાવ્યા. રાત રંગીન ન થઈ પણ તિજોરીમાં તળીયું દેખાઈ ગયું. અમદાવાદનો જયેશ ઉધરેજિયા નામનો યુવાન રાજકોટ પાસે કુવાડવા રોડ પરની એક હોટેલમાં રોકાયો હતો.

જ્યાં એને રાત્રી રોકાણ કરવાનું હતું. પછી આ યુવાનને રાત રંગીન કરવા માટેનો વિચાર આવ્યો. તેણે પોતાના મોબાઈલથી રાજકોટ કોલ ગર્લ લખીને સાઈટ ખોલતા યુવતીના મોબાઈલ નંબર અને ભાવનું લીસ્ટ જોવા મળ્યું. આ નંબર પર યુવાને રાત્રીના 9.27 વાગ્યે મેસેજ લખીને મોકલ્યો. એ જ મિનિટે રીપ્લાય મળ્યો. પછી થોડા સમય માટે વાર્તાલાપ ચાલ્યો. પછી રૂ.1000 રજીસ્ટ્રેશનના મોકલી દીધા હતા. જેની સામે એક કલાકથી લઈને ફૂલનાઈટ સુધીના ભાવ મળ્યા હતા. પછી યુવાને ફૂલ નાઈટ પસંદ કરીને રૂ.6000 મોકલી દીધા હતા. જે સાઈટનો નંબર હતો એમાં ફોન કરતા કોઈ યુવતીના બદલે અજાણ્યા શખ્સે ફોન ઉપાડ્યો. રાજકોટ શહેરના ભૂપેન્દ્ર રોડ પર આવેલી એક હોટેલમાં યુવતી રેડી છે અને ત્યાં જ મજા કરવામાં આવશે. એવું કહેતા યુવક રાત રંગીન કરવા માટે એ હોટેલમાં પહોંચ્યો હતો. જ્યારે રિસેપ્શન પર જઈને પૂછ્યું તો એવું કંઈ ન હોવાનું જાણવા મળ્યું. આવી કોઈ પ્રવૃતિ ત્યાં થતી નથી એવું જાણવા મળ્યું. પણ યુવતી મેળવવાની માયાજાળમાં ફસાઈને યુવાને મેસેજ આપવાનું ચાલું રાખતા જાણવા મળ્યું કે, યુવતી ફોટોશુટ કરાવી રહી છે.

થોડી વાર પછી તે રીસેપ્શન પર આવશે. બીજા રૂ.9000 મોકલી દો. એ પછી રૂ.17000 અને પછી રૂ.20,000નું પેમેન્ટ કરાવ્યું. સામેની વ્યક્તિ તરફથી એ વાત નક્કી થઈ કે, 6000 સિવાના રૂપિયા યુવતી પરત આપી દેશે. યુવતી સાથે રાત રંગીન કરવાની લાલચમાં યુવાને ગણતરીની મિનિટમાં રૂ.1 લાખનું પેમેન્ટ કરી નાંખ્યું. રંગીન રાત કરવા તો શું યુવતી જોવા પણ ન મળી. અંતે પોતે છેત્તરાયો છે એવું ભાન થતા તેણે નજીકમાં આવેલા પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટનાની જાણ કરી હતી. પછી આખી રાત પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાં રંગીન થવાના બદલે ફિક્કી થઈ ગઈ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW