હળવદ પંથકમાં સરકારી જમીનો પર બિન અધિકૃત રીતે કબજો જમાવી દેવાના બનાવોમાં વધારો થયો છે. ત્યારે સુંદરગઢ પંચાયતે લાલ આંખ કરી છે અને રાધાકૃષ્ણ ગૌ સેવા કેન્દ્ર ટ્રસ્ટને નોટિસ ફટકારી છે બિન અધિકૃત રીતે કબજો જમાવી દીધેલી જમીન છોડી દેવા માટે દસ દિવસનુ અલ્ટીમેટમ આપ્યું છે.
સુંદરગઢ ગ્રામ પંચાયત સરપંચ મકનભાઈ પરમારે હળવદ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી અને જણાવ્યું છે કે મોરબી જિલ્લા કલેકટર દ્વારા સુંદરગઢમા રાધાકૃષ્ણ ગૌ સેવા કેન્દ્ર ટ્રસ્ટને સર્વે નં ૫૨૮/૩૯ દસ એકર જમીન ફુલ ઝાડ વાવવા માટે આપવામાં આવ્યું છે પરંતુ હાલમાં પંચાયતને ધ્યાનમાં આવ્યું છે કે રાધાકૃષ્ણ ગૌ સેવા કેન્દ્ર ટ્રસ્ટને મોરબી જિલ્લા કલેકટર દ્વારા અપાયેલી જમીન કરતાં વધારે બિન અધિકૃત રીતે વધારે કબજો જમાવી દીધો છે જેથી કરીને રાધાકૃષ્ણ ગૌ સેવા કેન્દ્ર ટ્રસ્ટ દ્વારા કલેકટરના હુકમનો અનાદર કર્યો છે જેથી કરીને સુંદરગઢ પંચાયતની નોટિસ મળ્યાની દસ દિવસ સુધી ટ્રસ્ટ દ્વારા કબજો જમાવી દીધેલી જમીન ખાલી કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે સુંદરગઢની કિંમતી જમીન પર બિન અધિકૃત કબજો જમાવી દેતાં પંચાયત કચેરી દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરીને મામલતદાર કચેરીમાં રજૂઆત અને રાધાકૃષ્ણ ગૌ સેવા કેન્દ્ર ટ્રસ્ટને દસ દિવસમા જમીન ખાલી કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું

