HomeGujaratજામનગરમાં ડીઝલ પુરાવવા એસટી બસોની કતારો, નગરજનો ત્રસ્ત

જામનગરમાં ડીઝલ પુરાવવા એસટી બસોની કતારો, નગરજનો ત્રસ્ત

પેટ્રોલ-ડીઝલની બલ્કમાં ખરીદી કરનારા ઉપર કંપનીએ કમ્મરતોડ ભાવ વધારો કર્યો છે. જેના કારણે હવે એસટી વિભાગે અન્ય પેટ્રોલપંપમાંથી ડીઝલ ખરીદવાનું શરૂ કર્યું છે. જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં પંપ પાસે એસટી બસોની લાંબી કતારો લાગતા નગરજનો ટ્રાફીકજામની સમસ્યાથી ત્રસ્ત બન્યાં હતાં.

ગુજરાતના એસ.ટી. વિભાગ દ્વારા દરરોજ લાખો રૂપિયાના ડીઝલની ખરીદી કરવામાં આવે છે. આ માટે એસ.ટી. નિગમ દ્વારા કંપની પાસેથી ડીઝલની ખરીદી થતી હતી. પરંતુ ડીઝલમાં ભાવવધારો કરવામાં આવ્યો હતો. પરિણામે ઓઈલ કંપની પાસેથી પ્રતિલીટર રૂ.110 ભાવે ડીઝલ ખરીદવામાં આવ્યું હતું. જ્યારે ખાનગી બજારમાં ડીઝલનો ભાવ રૂ.89 છે. આથી આ ભાવફેરનો લાભ લેવા એસ.ટી. નિગમ દ્વારા ખુલ્લા બજારમાં ખાનગી પેટ્રોલપંપ પાસેથી ડીઝલની ખરીદી કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુરૂવારે સવારે પવનચક્કી વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપમાં 25 થી 30 બસની લાંબી કતારો લાગી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW