HomeGujaratIPLના પ્રથમ મેચના બે દિવસ પહેલા ધોનીએ છોડી કેપ્ટનશીપ CSKની કમાન હવે...

IPLના પ્રથમ મેચના બે દિવસ પહેલા ધોનીએ છોડી કેપ્ટનશીપ CSKની કમાન હવે રવીન્દ્ર જાડેજાને

આઇપીએલ 2022ની સીઝનનો બે દિવસ બાદ પ્રારંભ થવા જઈ રહ્યો છે જોકે તેના પહેલા જ એક ચોકાવનારા સમાચાર આવ્યા છે.ખાસ કરીને મહેન્દ્રસિંહ ધોનીના ફેન માટે વિશ્વાસ ન થઇ શકે તેવો નિર્ણય ચેન્નઈ સુપર કિંગ દ્વારા લેવામાં આવ્યો છે જેમાં મહેન્દ્રસિંહ ધોનીએ આઇપીએલ 2022ની સીઝનથી કેપ્ટનશીપમાંથી રાજીનામું આપી દીધું. અને એક સામાન્ય પ્લેયરની માફક રમવાનું પસંદ કર્યું છે આગામી ટુર્નામેન્ટમાં ધોની હવે વિકેટકીપર અને બેટ્સમેન તરીકે જોવા મળશે. આગામી સીરીઝમાં ધોનીના બદલે કેપ્ટન તરીકે રવીન્દ્ર જાડેજાની પસંદગી કરવામાં આવી છે જાડેજા 2012થી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે. બીજી તરફ ચેન્નઈ સુપર કિંગ્સે on 14 વર્ષમાં પહેલી વાર કેપ્ટન બદલ્યો છે. માહીની કેપ્ટનશિપમાં ચેન્નઈએ 4 વખત આઈપીએલનો ખિતાબ પણ જીત્યો છે. જ્યારે આ વખતે ચેન્નઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા.ધોનીના આ નિર્ણયને આગામી સમયમાં આઇપીએલ માંથી પણ ધોનીના સન્યાસની અટકળો તેજ થવા લાગી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW