HomeGujaratટંકારાના લતીપર નજીક બેકાબુ કાર વૃક્ષ સાથે અથડાઈ,કારચાલકનું મોત

ટંકારાના લતીપર નજીક બેકાબુ કાર વૃક્ષ સાથે અથડાઈ,કારચાલકનું મોત

જામનગર ટંકારા રોડ પર લતિપર ગામ પાસે જીજે 07 એજી 7664 કાર અચાનક બેકાબુ બની ગઈ હતી અને વણાક ઉપરના વુર્ક્ષ સાથે ધડાકાભેર અથડાતા ઓટાળા ગામના ૨૯ વર્ષના યુવાનનુ ધટના સ્થળે મોત થયું હતું મૃતકને આઠ માસના બાળક હોય નાની ઉમરમાં જ બાળકે પિતાની છત્રછાયા ગુમાવતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અને મોરબી મિસ્ત્રી કામના વ્યવસાય સાથે સંકળાયેલા હાર્દિક દામજીભાઈ દૈસાઈ નામના 29 વર્ષના યુવાન ગઈ રાત્રે ધરે ઓટાળા પરત જતા હતા એ વખતે ટંકારા થી લતીપર રોડ ઉપર પ્રભુ ચરણ આશ્રમ પહેલાંની ગોળાઈ મા સ્ટેરીગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર નંબર જીજે ૦૭-એજી-૭૬૬૪ ધડાકા ભેર રોડની સાઈડમાં રહેલ ધટાટોપ વુર્ક્ષ સાથે ટકરાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

બનાવમાં કાર ચાલક હાર્દિક દૈસાઈનુ ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જુવાનજોધ પુત્રોના મોતથી પરીવાર ઉપર આભ તૂટી પડયું હતું તો આઠ મહિનાના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી હોય ઓટાળા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું બનાવ અંગે પોલીસે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW