HomeGujaratમોરબીના મચ્છુ 3 ડેમના દરવાજા હવે 25મી માર્ચે ખોલવામાં આવશે,રેલ્વે વિભાગની રજૂઆત...

મોરબીના મચ્છુ 3 ડેમના દરવાજા હવે 25મી માર્ચે ખોલવામાં આવશે,રેલ્વે વિભાગની રજૂઆત બાદ સમય બદલાયો

રાજકોટ મોરબી હાઈવેની ફોરલેન કામગીરી અંતર્ગત મોરબીના બાયપાસ પાસે મચ્છુ નદી પર વધુ એક બ્રીજનું નિર્માણ કામ શરુ થવાનું હોવાથી નજીક આવેલ મચ્છુ 3 ડેમ ખાલી કરવાની જરૂરિયાત ઉભી થઇ છે ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા તા. 24મી ના રોજ સવારે 9 વાગ્યે ડેમના5 દરવાજા ખોલી 256 એમસીએફટી પાણી છોડી ડેમ ખાલી કરવાની જાહેરાત કરી હતી જોકે રેલ્વે વિભાગ દ્વારા આં અંગે સિંચાઈ વિભાગને જાણ 24મી એ પાણી ન છોડવા રજૂઆત કરી છે તેઓના જણાવ્યા મુજબ મચ્છુ નદી પર રેલવેના પુલની કામગીરી ચાલી રહી હોય અને સાધનો સલામત સ્થળે ખસેડવા 24 કલાકની સમય મર્યાદા વધારવા માગણી કરતા ડેમના અધિકારી દ્વારા હવે 24 મેચના બદલે 25 માર્ચના રોજ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું નાયબ કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW