HomeGujaratપરસેવા છોડાવી દે એવી ગરમી પડશે, આ શહેરોમાં હીટવેવ માટે તૈયાર રહેજો

પરસેવા છોડાવી દે એવી ગરમી પડશે, આ શહેરોમાં હીટવેવ માટે તૈયાર રહેજો

ગુજરાતમાં ફરી હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આાગાહી કરી છે કે, તા.25થી તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. તા.26 અને 27 સુધી હીટવેવની સ્થિતિ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની કોઈ જગ્યાએ શક્યતાઓ નથી.

પણ ગુજરાતમાં આગામી બે દિવસ સુધી વાદળો જોવા મળશે. બે દિવસ બાદ તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન હીટવેવ શરૂ થાય એવી સંભાવના છે. જેની અસર સૌરાષ્ટ્ર ક્ચ્છમાં જોવા મળશે. એટલે આગામી ત્રણ દિવસમાં ગરમી પરસેવા છોડાવી દેશે. જોકે, છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં સાંજે અને વહેલી સવારે ટાઢોળું હવમાન અનુભવાઈ રહ્યું છે. જોકે, આગામી દિવસોમાં તાપમાનનો પારો ઊચો જશે તો અવશ્ય ગરમીથી લથબથ થઈ જવાય એવા દિવસો શરૂ થશે. જોકે, હવામાન વિભાગે ત્યાં સુધી જણાવ્યું હતું કે, આગામી અઠવાડિયું ગરમ રહેવાનું છે. ખાસ કરીને અમદાવાદ, મહેસાણા, વડોદરાથી લઈને છેક દાહોદ સુધી. તા.23 માર્ચ એટલે કે વિશ્વ હવામાન દિવસ નિમિતે અમદાવાદમાં હવામાન વિભાગની ઓફીસ પર પણ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં ઋતુમાં થયા અનેક ફેરફાર, ક્લાઇમેટ ચેન્જ મુદ્દે હવામાન વિભાગના અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે. બુધવારથી બે દિવસ પહેલા એવી આગાહી કરવામાં આવી હતી કે, થોડા સમય માટે ગરમીમાંથી રાહત મળશે.

પણ હવે પછીનું અઠવાડિયું ગરમ રહેશે એવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઠંડા પવનો અને વાદળિયા વાતાવરણથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીથી રાહત રહી હતી. રાજકોટ સહિત ભાવનગર, જામનગર, જૂનાગઢથી લઈને છેક દીવ સુધી હોળી-ધુળેટી તહેવાર બાદ વાતાવરણ અણધાર્યો ફેરફારના લીધે સતત બીજા દિવસે સવારે વાદળો છવાતા બપોરે ગરમીમાં રાહત અનુભવાઇ છે. રાજકોટમાં વહેલી સવારે ભેજનું પ્રમાણ 10 ટકા અને પવનની ગતિ સરેરાશ 14 કિ.મી. નોંધાઇ હતી.બપોરે હવામાં ભેજના ઘટાડા સાથે જ 14 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW