Sunday, July 7, 2024
HomeGujaratમહિલા PSI અને 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી નાંખ્યા, આ હતું ચોંકાવનારૂ કારણ

મહિલા PSI અને 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી નાંખ્યા, આ હતું ચોંકાવનારૂ કારણ

સુરતના ઉમરા પોલીસની ઘોડદોડ રોડ પર આવેલી પોલીસ ચોકીમાં ડ્યૂટી કરતા મહિલા PSI અને બે પોલીસ કોન્સ્ટેબલને યુદ્ધના ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. PSI કે.એન.ચોપરાએ પીડિત વેપારી હરેશ ઘનશ્યામ અને સત્યપાલસિંહ સાથએ મળીને તા.8 માર્ચના રોજ ઘોડદોડ પર આવેલા પ્રેસિડન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી કરણ સહાની સામે દારૂ પીવાનો કેસ કરી નાંખ્યો હતો.

જ્યારે નાર્કોટિક્સની તપાસમાં ગયા ત્યારે મહિલા PSIએ ઉચ્ચ અધિકારીને જાણ કરી ન હતી તેમજ પોલીસ ડાયરીમાં પણ નોંધ કરી ન હતી. જેના કારણે વેપારી કરણે સીધા કમિશનરને અરજી કરી PSI ચોપરા સામે પગલાં લેવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, PSI ચોપરા જબરદસ્તી કરીને ઘરમાં ઘુસી ગયા હતા. જ્યારે વોરંટ બાબતે પૂછતા તેમણે માથાકુટ કરી અને NDPSનો કેસ કરી દેવા માટે ધમકી ઉચ્ચારી હતી. પછી મૂળ મુદ્દો સામે આવ્યો. મહિલા PSI ચોપરાએ વેપારી પાસેથી રૂ.4 લાખ માંગ્યા હતા. એ પછી દારૂ પીવડાવીને ખોટો કેસ કરી નાંખ્યો હતો. તેથી સુરતના પોલીસ કમિશનરે PSI ચોપરા અને કોન્સ્ટેબલ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. તપાસના અંતે પોલીસ કમિશનરે મહિલા PSI અને બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે. રાજકોટ પોલીસની જેમ સુરત પોલીસ પણ તોડ કરી રહી છે. આખરે એ વાત સામે આવી છે. જ્યારે મીડિયા તરફથી ચોપરાને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ કંઈ કેમેરા સામે બોલવા માટે તૈયાર ન હતા. મુદ્દાથી બચતા અને ગુસ્સે થતા જોવા મળ્યા છે.

સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે 1 PSI અને 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. વાવડ એવા પણ મળી રહ્યા છે કે, તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કર્યા વગર દારૂના નામે રેડ પાડી હતી. વેપારીએ ફરિયાદ કરતા પોલીસ સામે તપાસ કરવા માટે કમિશનરે આદેશ કર્યા હતા. PSI કે. એન.ચોપડા, કોન્સ્ટેબલ હરેશ બુસડીયા અને સત્યપાલસિંહ દિગ્વિજયસિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેઓ દારૂના બહાને વેપારીના ઘરમાં ચેકિંગ કરવા માટે દોડી ગયા હતા.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,704FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW