HomeGujaratમોરબીના મકનસર નજીક રીક્ષા પલટી,૪ મુસાફરો ઘવાયા

મોરબીના મકનસર નજીક રીક્ષા પલટી,૪ મુસાફરો ઘવાયા

મોરબીથી એક મહિલા તેની 2 વર્ષની બાળકી તેમજ અન્ય 2 લોકો રીક્ષામાં ચોટીલા તરફ જતા હતા તે દરમિયાન વહેલી સવારે મોરબી વાંકાનેર હાઈવે પર મકનસર નજીક અકસ્માતે રીક્ષા ચાલકે કાબુ ગુમાવતા રીક્ષા પલટી મારી ગઈ હતી ઘટનામાં સુનીતાબેન જગાભાઈ નામની 30 વર્ષની મહિલા તેમજ આશાબેન જગાભાઈ ઉ.વ 2, અમૃતભાઈ કમાભાઈ ઉ.વ 22 વિક્રમ મુનાભાઈ ઉ.વ 17 સહિતનાને ઈજા પહોચી હતી.ઘટનાની મોરબી 108ની લાલબાગ લોકેશનને જાણ થતા ઈએમટી મનીષભાઈ આહીર અને પાઈલોટ રામભાઈ દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોની ઈમરજન્સી ટ્રીટમેન્ટ કરી હતી અને વધુ સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી જતા કોઈ જાનહાની થઈ ન હોવાનું પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW