HomeGujaratજામનગરમાં રૂ.600ની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ એસીબીની ઝપટે ચઢ્યો

જામનગરમાં રૂ.600ની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ એસીબીની ઝપટે ચઢ્યો

જામનગર જિલ્લાના કાલાવડ ખાતે એલઆઈબીમાં ફરજ બજાવત એક પોલીસ હેડ કોન્સ્ટેબલેએક અરજદારના પાસપોર્ટ વેરીફીકેશન માટે લાંચની માંગણી કરી હતી જે બાદ એસીબીને ફરિયાદ કરતા છટકું ગોઠવી એસીબીની ટીમે રૂપિયા 600ની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર જિલ્લામાં એસીબીએ વધુ એક ટ્રેપ કરી છે. જેમાં કાલાવડમાં ફરીયાદીએ પાસપોર્ટ કઢાવવા માટે અરજી કરેલી હતી. અને પાસપોર્ટના પોલીસ વેરિફિકેશન માટે કાલાવડ પોલીસ સ્ટેશનની એલઆઈબી શાખામાં ફરજ બજાવતા આરોપી ભુપેન્દ્રકુમાર પુનમચંદ પટેલે ફરિયાદી પાસે લાંચ પેટે રૂ.૬૦૦ ની ગેરકાયદેસર રીતે માંગણી કરી હતી. ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી તેઓએ એસીબી ટોલ ફ્રી નંબર પર રજુઆત કરી હતી. આ ફરિયાદના આધારે જામનગર એસીબીની ટીમે આજે છટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપી પોલીસ કર્મચારી કાલાવડ એલ.આઈ.બી. કચેરીના રૂમમાં જ ફરિયાદી પાસેથી લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો. જામનગર એસીબીની ટીમ દ્વારા આરોપીનો કબજો સાંભળી કોવીડ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી જામનગર એસીબીના પીઆઇ એ. ડી. પરમાર સહિતના સ્ટાફે પાર પાડી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW