એમ.બી પટેલ જ્ઞાનોદય સ્કૂલ જે અમદાવાદના કે.કે.નગર રોડ પર આવેલી છે એ 49 વર્ષ બાદ બંધ થવાની છે. એટલે આ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્ટાફે સ્કૂલમાં અંતિમ સ્નેહ મિલનનો કાર્યક્રમ કર્યો હતો. જેમાં સૌ કોઈ સ્કૂલ બંધ થવાને કારણે ભારે હૈયે અને ભીની આંખે છૂટાં પડ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષક તથા આચાર્ય સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓને અંતિમ સ્નેહ મિલનનો મેસેજ મળ્યો એકબીજાને મળ્યો એટલે પૂર્વ વિદ્યાર્થીઓ સમય કરતાં વહેલા પહોંચી ગયા હતા. પોતાની જગ્યા મેળવીને બેસી ગયા હતા.
આ કાર્યક્રમમાં સ્કૂલ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીની યાદો અને ખેલકુદ જેવી પ્રવૃતિઓની સ્મૃતિને તાજા કરવામાં આવી હતી. સ્ટાફથી લઈને પૂર્વ વિદ્યાર્થીઓ સુધી સૌ કોઈએ વાર્તાલાપ કર્યો હતો. વર્ષ 1973માં ભગુભાઈ પટેલે આ સ્કૂલ શરૂ કરી હતી. એ પછી એમના પુત્ર મહેશભાઈ પટેલે આ સ્કૂલમાં મહત્ત્વની સેવા આપી. પણ ભગુ પટેલના અવસાન બાદ સ્કૂલનો પાયો ભાંગી હયો. બીજી બાજું અંગ્રેજી માધ્યમની સ્કૂલનો ક્રેઝ વધ્યો. તેથી વિદ્યાર્થીઓની સંખ્યામં ઘટાડો થતા બે સ્કૂલ બંધ કરવી પડી. આ સ્કૂલમાં રહેલા પૂર્વ શિક્ષક કિશોર વાઘેલાએ જણાવ્યું કે, હું 1984થી આ સ્કૂલમાં અંગ્રેજી ભણાવતો. વર્ષ 215 સુધી આ કામ કર્યું પણ સમય સાથે બદલાવ એવો આવ્યો કે વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમ તરફ વળ્યા. એ પછી સ્કૂલની સંખ્યમાં ઘટાડો થતા અને સંચાલન કક્ષાએથી સ્કૂલ બંધ થતા દુઃખ થયું છે. અન્ય એક સર રાજેન્દ્ર પટેલે કહ્યું કે, આ સ્કૂલમાં 15 વર્ષ શિક્ષક અને 15 વર્ષ આચાર્ય તરીકે નોકરી કરી છે. 15000 જેટલા વિદ્યાર્થીઓ મારા હાથ નીચેથી ભણીને બહાર ગયા છે. કોઈ CA છે તો કોઈ એન્જિનીયર અને વકીલ છે. અમને સ્નેહ મિલનની ખુશી છે પણ સ્કૂલ બંધ થઈ રહી છે એનું દુઃખ પણ છે. જોકે, હકીકત એવી પણ છે કે સ્કૂલ પૂરા 50 વર્ષ પણ પૂરા ન કરી શકી.
આ સ્કૂલના ટ્રસ્ટી પણ હૈયાત નથી. ન માત્ર વિદ્યાર્થીઓનો પ્રવાહ પણ વાલીની બદલતી ચોઈસને લીધે પણ આ સ્કૂલને ક્યાંક અસર થઈ છે. તો ઘણા એવા પણ રહ્યા છે જેની ટ્રાંસફર થતા સ્કૂલ છોડવી પડી છે. રાજેન્દ્ર સરે તો ત્યાં સુધી કહ્યું કે, આ સંસ્થાને વટવૃક્ષ સમાન ઊભી કરી છે. પણ હવે તે જ્યારે કરમાઈ જાય ત્યારે અવશ્ય દુઃખ તો થાય જ છે. જોકે, મહાનગર અમદાવાદની હકીકત એવી પણ છે કે, ગુજરાતી માધ્યમની સ્કૂલ ઘટતી જાય છે અને અંગ્રેજી માધ્યમની સ્કૂલ વધી રહી છે.

