પંજાબમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ આપનું ધ્યાન હવે ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા તરફ છે. આમ આદમી પાર્ટીએ 9 રાજ્યમાં સંગઠન મજબૂત કરવાની શરૂઆત કરી દીધી છે. 9 રાજ્યમાં લોકોને જવાબદારી સોંપાઈ છે. પંજાબમાં આપને જીત અપાવનાર ડો. સંદીપ પાઠકને ગુજરાતના પ્રભારી બનાવાયા છે. તેમજ ઈલેક્શન ઈન્ચાર્જની જવાબદારી ગુલાબસિંહને સોંપાઈ છે.

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં આમ આદમી પાર્ટીએ શાનદાર જીત મેળવીને સરકાર બનાવી છે. આ જીતનું શ્રેય આઈઆઈટી પ્રોફેસર ડૉ. સંદીપ પાઠકને આપવામાં આવ્યું છે. તેઓ અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચારમુક્ત ભારતના સપનાને પૂરું કરવા પાર્ટીમાં સામેલ થયા હતા. પાઠકે તેમનું પીએચડી 2011માં કેમ્બ્રિજ યુનિવર્સિટીથી કર્યું છે. તેઓ ઘણાં વર્ષોથી પડદા પાછળની ભૂમિકા નિભાવતા હતા અને પંજાબમાં તેમણે જ સંગઠન કેડર બનાવી હતી. રાજ્યમાં સર્વે, ઉમેદવારોની પસંદગી અને પંજાબમાં શાનદાર જીતની રણનીતિનું શ્રેય સંદીપ પાઠકને જ આપવામાં આવ્યું છે.
We are all set to increase our footprint throughout India! 🇮🇳
— AAP (@AamAadmiParty) March 21, 2022
And to achieve that, we are announcing new Office Bearers for 9 states –
▪️Gujarat
▪️Himachal Pradesh
▪️Haryana
▪️Chhattisgarh
▪️Assam
▪️Rajasthan
▪️Telangana
▪️Kerala
▪️Punjab pic.twitter.com/V7T3seENHq
સંદીપ મૂળ છત્તીસગઢના મુંગેલી જિલ્લાના લોરમીમાં રહે છે. તેમના ગામનું નામ બટહા છે, તેમના પિતા ખેડૂત છે. તેમના માતા-પિતાના પહેલાં સંતાન તરીકે સંદીપનો જન્મ 1979માં થયો હતો. ડૉ. સંદીપે પાંચમા સુધીનો અભ્યાસ લોરમીમાં કર્યો છે. ત્યારપછી તેઓ બિલાસપુર જતા રહ્યા હતા. ત્યાં તેમણે એમએસસી સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારપછી તેમણે હૈદરાબાદમાં અભ્યાસ કર્યો અને છેલ્લે પીએચડી કરવા બ્રિટન ગયા હતા. ત્યાં તેઓ છ વર્ષ રહ્યા. આઈઆઈટી દિલ્હીની વેબસાઈટ પ્રમાણે સંદીપ મેસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પ્રોફેસર વ્લાદિમારી બુલોવિક સાથે કામ કર્યું. 2006થી તેઓ આઈઆઈટી દિલ્હીમાં પ્રોફેસર છે.

