ફિલ્મ RRRનાં સ્ટાર્સ રામચરણ અને જૂનીયર NTR નિર્દેશક એસએસ રાજામૌલી સાથે Statue Of Unity ની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત વિઝિટર્સ બુકમાં પણ યાદી મૂકી હતી. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ફિલ્મ RRR નાં ઓફિશિયલ ટ્વીટર હેન્ડલે તેમની તસવીરો શેર કરતા લખ્યું છે કે : જ્યારે આગ અને પાણી મળે છે #StatueOfUnity પર. આ ઉપરાંત ઈનોવા કારમાં જોરદાર પ્રમોશન કરવામાં આવ્યું હતું. કેવડિયા ખાતે આવી પાંચેક જેટલી કાર આવી પહોંચી હતી.

જોકે, માત્ર ગુજરાતની વાત નથી. ફિલ્મની ટીમ આખા ઈન્ડિયામાં પ્રમોશન કરવા માટે પહોંચી ગઈ છે. RRR એક્શન અને ઇમોશન્સથી એકદમ ભરપૂર છે. તેનું ટ્રેલર જોઇને જ રૂંવાડા ઊભા થઈ જાય છે. આ ટ્રેલર જોશો એટલે ફિલ્મ જોવાની એટલી બધી ઉતાવળ આવી જશે કે વાત જ ન પૂછો. આ ફિલ્મ તેની કાસ્ટને લઇને ખુબ ચર્ચામાં રહી છે.
The RRR fleet…Enroute Kevadia, Gujarat.#RRRTakeOver #RRROnMarch25th pic.twitter.com/4UrX7rIDUA
— RRR Movie (@RRRMovie) March 20, 2022
તેમાં જુનિયર NTR, રામ ચરણ તેજા, આલિયા ભટ્ટ, શ્રેયા સરણ અને અજય જેવા દિગ્ગજ કલાકાર છે. આ ફિલ્મ 25 માર્ચ 2022નાં રોજ રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલા જ દર્શકોમાં આ ફિલ્મને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. આ ફિલ્મ તમિલ, તેલુગૂ, હિંદી, મલયાલમ અને બીજી ભારતીય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.

