HomeGujaratCentral Gujaratપ્રેમિકા, એના પતિ અને મામીએ મળીને પ્રેમીને મોતને ઘાટ ઊતારી દીધો, આવું...

પ્રેમિકા, એના પતિ અને મામીએ મળીને પ્રેમીને મોતને ઘાટ ઊતારી દીધો, આવું હતું પ્લાનિંગ

વડોદરા શહેરમાંથી પૂર્વ આયોજિત હત્યાનો કેસ સામે આવ્યો છે. જેમાં શહેરના ગોત્રી રોડ પર યશ કોમ્પ્લેક્સ પાસે મોડી રાત્રે પરણિતા યુવતી, એના પતિ અને મામીએ સાથે મળીને પ્રેમીને ઢોર માર માર્યો હતો. પછી એને મોતને ઘાટ ઊતારી દીઘો હતો. મૃત્યું પામેલો યુવાન એના પરિવારનો એકનો એક પુત્ર હતો. આ સમગ્ર ઘટના અંગે ગોત્રી પોલીસે દંપતિ સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ કેસમાં ફરિયાદી મનીષ કનુભાઈ દરજીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગોકુલનગર વિસ્તાતરમાં રહેતા સુખદેવ વાયડેના 23 વર્ષનો દીકરો વિશાલ એ જ વિસ્તારમાં રહેતી ગીતા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. ગીતના લગ્ન જયેશ માળી સાથે થયા હતા. લગ્ન બાદ ગીતા બિલ ગામે રહેતી હતી. લગ્નના એક વર્ષ બાદ પણ ગીતા અને વિશાલ એકબીજાને ભૂલી શક્યા ન હતા. આ બંને વચ્ચેના સંબંધોની ગંધ ગીતાના પતિને થઈ ગઈ. પછી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. દાપત્યજીવનમાં કાંટારૂપ થયેલા વિશાલનું ઢીમ ઢાળી દેવા જયેશ માળીએ એની પત્ની ગીતાની મદદ લીધી. પ્લાન બનાવ્યો. મોડી રાત્રે ગીતાએ વિશાલને ફોન કરીને બોલાવ્યો હતો. ગોત્રી રોડ પાસે આવેલા યશ કોમ્પ્લેક્સ ચાર રસ્તા પાસે મળવાનું ગોઠવ્યું હતું. ગીતાનો પતિ જયેશ, એની મામી સુમિત્રા એમ ત્રણ વ્યક્તિઓએ ભેગા થઈને વિશાલને ઢોર માર માર્યો. જેમાં વિશાલનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ફરિયાદીએ જમાવ્યું હતું કે, વિશાલનો ફોન આવ્યો હતો. તેને કહ્યું કે, ગીતા, એનો પતિ અને મામી સુમિત્રા ઝઘડો મારી સાથે કરી રહ્યા છે. એ પછી તરત જ મનીષ સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં આ ત્રણેય વ્યક્તિ વિશાલને લાત, ફેટ અને ઢીકા મારી રહ્યા હતા.

વિશાલ બેભાન થઈ જતા તેને હોસ્પિટલ સારવાર હેતું ખસેડાયો હતો. પણ હોસ્પિટલ સુધી આવે એ પહેલા જ વિશાલનું પ્રાણ પંખી ઊડી ગયું હતું. એટલે મામલો હત્યામાં પલટાયો હતો. ઘટના સ્થળે જ મોત થઈ જતા પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો. પછી ઘટનાની જાણ કરતા પરિવારજનો પણ દોડી આવ્યા હતા. ગોત્રી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ઘટનાને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ફરિયાદ મનીષની ફરિયાદના આધારે પોલીસે ગીતા, જયેશ અને મામી સુમિત્રા સામે હત્યાનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી કાયદેસરની પ્રક્રિયા કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW