HomeGujaratCentral Gujaratહાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જાય છે?જાણો કોને કર્યો ફોન

હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જાય છે?જાણો કોને કર્યો ફોન

પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ રાજકીય ચહલપહલ ગુજરાતમાં વધી ગઈ છે. ખાસ કરીને પંજાબમાં ભવ્ય સફળતા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગઈ છે. પંજાબમાં વિજેતા થયા બાદ ગુજરાતમાં સત્તા પર આવવા માટે આમ આદમી પાર્ટી તૈયારીઓ કરી રહી છે. બીજી બાજું ભાજપને ટક્કર આપવા માટે આપે એડી-ચોટીનું જોર લગાવ્યું છે. વાવડ એવા પણ મળ્યા છે કે, કોંગ્રેસના મોટા નેતા હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીના નેતાનો સંપર્ક કર્યો હતો.

આ પરથી એવું લાગે છે કે, હાર્દિક પટેલ અને નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. ગુજરાતની રાજકીય લોબીમાં નરેશ પટેલ બાદ હવે સૌની નજર હાર્દિક પટેલ પર છે. જેને લઈ અનેક ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. આ પહેલા પણ ભાજપને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટીએ પાટીદાર સમાજના આગેવાનોને પોતાની તરફ લીધા હતા. ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી પાસે હાલમાં કોઈ ચોક્કસ ચહેરો નથી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં દરેક નેતા પોત પોતાની રીતે રાજકારણ કરી રહ્યા છે. આવા સમયે કોઈ પાટીદાર ચહેરાને મુખ્યમંત્રી પદનો ચહેરા દેખાડીને આમ આદમી પાર્ટી મજબુત બની શકે, એંધાણ એવા પણ છે કે, નરેશ પટેલ અને હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીની નજરમાં છે. ગણિત એવું પણ આમ આદમી પાર્ટી માને છે કે, ભાજપને લઈ પાટીદારો અંદરખાને ક્યાંકને ક્યાંક હજું પણ અસંતુષ્ટ છે. જેને ધ્યાને લઈને નરેશ પટેલ કે હાર્દિક પટેલને મુખ્યમંત્રી પદ તરીકેનો ચહેરો બનાવી શકાય છે. તો એ ભાજપને ટક્કર આપી શકે છે. છેલ્લા ચાર મહિનાથી જુદા જુદા પ્રસંગોને ધ્યાને લેતા નરેશ પટેલ રાજકારણમાં આવી શકે એવા સંકેત છે. જોકે, તેઓ ભાર દઈને કહી ચૂક્યા છે કે, સમાજ કહેશે તો તેઓ રાજકારણમાં આવશે. એવી પણ ચોખવટ કરી ચૂક્યા છે કે, હું લોકોના કામ કરવામાં માનું છું, કોઈ મંત્રી બનવા નથી માગતો. એમની દિલ્હીની મુલાકાતને લઈને પણ રાજકીય સ્પર્શ મનાય રહ્યો છે. એટલે તેઓ આમ આદમ પાર્ટીથી રાજકીય પ્રવેશ લઈ શકે છે.

ફેબ્રુઆરી 2021માં થયેલી રાજ્યના 7 કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર પ્રદર્શન કરીને સુરતમાંથી ધમાકેદાર એન્ટ્રી કરી હતી. એમાં પણ સુરત કોર્પોરેશનમાં તો 27 બેઠક સાથે મુખ્ય વિપક્ષમાં બેઠી હતી. પણ પછી આમ આદમી પાર્ટીના સભ્યોએ પક્ષ પલટો કરતા ભંગાણ થયું હતું. આમ AAP સુરતમાંથી સાફ થવા લાગી. એવાં અંદરખાને થયેલા ભંગાણને સાંધવા માટે પાર્ટી કોઈ મોટા કદના નેતાની મદદ લઈ શકે છે. આમ આદમી પાર્ટી પંજાબ પેટર્નથી ગુજરાતમાં સંગઠનથી માંડીને ચૂંટણી સુધીની વ્યૂહરચના ગોઠવવાની તૈયારીમાં છે. પણ પાર્ટીમાં ભંગાણને કારણે ગુજરાતના કેટલાક નેતાઓ હતાશ છે. બીજી બાજું લોકઅપીલ માટે કેવી રીતે મેદાને ઊતરશે એના પર સૌની નજર છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ જેવા દિગ્ગજ પક્ષને પછાડી ભારે બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે. પણ ગુજરાતમાં કપરા ચઢાણ હોય એવું હાલ લાગે છે. કારણ કે પક્ષમાં ભંગાણ થવાથી લોકો સુધી પહોંચવામાં પાછી પડે છે કે, લોક હ્દય સુધી પહોંચે છે એ જોવું રહ્યું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW