રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના દીકરાએ એક રેપ સોંગ ગાયું છે. જે ગીત પર હવે વિવાદ ઊભો થયો છે. આમ આદમી પાર્ટીએ આ ગીત પર મસમોટા સવાલ ઊભા કર્યા છે. આમ આદમી પાર્ટીએ એની ટિકા કરી છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગૃહમંત્રીના દીકરાએ ગીત ગાયું છે. જેમાં એ એવું ગાય છે કે, હું અમેરિકા જાઈશ. મોટી મોટી હોટેલમાં ફરીશ. બધાને હાય હેલ્લો કરીશ. છેલ્લે એવું બોલે છે કે, હું ગુજરાતી છું અને ગુજરાતી રહીશ. આવા ગીતના શબ્દો છે.
તો હર્ષ સંઘવીએ ગર્વ લેતા આ વીડિયો ટ્વિટર પર અપલોડ કર્યો હતો. આ સાથે કહ્યું કે, જોયું મારો છોકરો કેટલો પાક્કો ગુજરાતી છે. એટલે મેં નીચે ટ્વિટ કરીને લખ્યું કે, તમારો છોકરો અમેરિકા જશે. મોટી મોટી હોટેલમાં ફરશે. બધાને હાય હેલ્લો કરશે. તો ગુજરાતના ગામડાંના ખેડૂતનો દીકરો શું કરશે? એને ભણવા મળશે કે નહીં મળે. અભ્યાસ માટેના 18000 ઓરડાની ઘટ છે ગુજરાતની સરકારી શાળામાં, શિક્ષકોની ઘટ છે, તાલુકા કેળવણી નિરિક્ષકોની ઘટ છે. તાલુકા શિક્ષણ અધિકારીની ઘટ છે. સ્કૂલ પ્રિન્સિપાલ વગર ચાલે છે. સ્કૂલમાં ક્લાસરૂમ નથી, પૂરતો સ્ટાફ નથી. આવી સ્થિતિમાં ગૃહમંત્રીના છોકરાને અમેરિકા જવા માટેનો મેળ પડી ગયો છે. ગુજરાતની સામાન્ય જનતાનું શું. આ પ્રશ્ન મેં પૂછ્યો છે કે, ગૃહમંત્રીના દીકરાને જે સુવિધા મળે છે એ સુવિધા ગુજરાતના તમામ નાગરિકોના દીકરાને કેમ નથી મળતી. આ મારો પ્રશ્ન છે. સરકારી સ્કૂલ ગુજરાતમાં બને એવી અમારી માંગણી હોય એમાં રાજકારણ ક્યાં આવ્યું? સરકારી શાળાની શું કોઈને જરૂર નથી?ગૃહમંત્રીના દીકરાને ભગવાન સો વર્ષનો કરે, બહુ જ સફળ બનાવે. અમારી ઈશ્વરને પ્રાર્થના છે કે, એને પણ ગૃહમંત્રી બનાવે. સવાલ એ છે કે, ગૃહમંત્રીના દીકરાને જે સુવિધા મળે છે. એ વીડિયોમાં તેણે યુનિફોર્મ પહેર્યો છે. ક્લાસરૂમ પણ સારો દેખાય છે. હાઈફાઈ જગ્યા હોય એવું લાગે છે.

ગૃહમંત્રીનો દીકરો ગીત ગાય છે હું અમેરિકા જાઈશ. મોટી મોટી હોટલમાં રહીશ. તો ગામડાંના પરિવારનો દીકરો ક્યાં જશે. અમે તો ગામડાંના છીએ. પૈસા ન હોય એટલે 12 સાયન્સમાં રહેલો વિદ્યાર્થી પૈસાના અભાવે ડૉક્ટરી કોર્ષને જતો કરી અને બીએસસીમાં દાખલ થવું પડે છે. એ લાચારીવશ.. સારા સારા વિદ્યાર્થીઓને એના પસંદગીના અભ્યાસમાં જવાના બદલે અન્ય બીજા અભ્યાસમાં જવું પડે છે. ગૃહમંત્રીના દીકરાને જેવી શાળા, એજ્યુકેશન મળે છે. જે રીતે એક વટથી તે રેપસોંગ ગાય છે. ગુજરાતના ખેડૂતનો દીકરો એક સરકારી સ્કૂલમાં બેસીને ગાય શકે એવી વ્યવસ્થા ગુજરાતની ભાજપ સરકાર બનાવે. ગૃહમંત્રીએ એવું પણ કહ્યું છે કે, આ રેપસોંગને લઈને વિવાદ ન થવો જોઈએ. હવે ગૃહમંત્રી ગુજરાતના છે એનો દીકરો એવું ગાય છે હું અમેરિકા છે. ગૃહમંત્રી એવું લખે છે કે પાક્કો ગુજરાતી મારો છોકરો, અમેરિકા જાય એ ગુજરાતી. અમેરિકા જઈ મોટી મોટી હોટેલમાં ફરીશ જ્યારે એવું બાળક કહે છે તો એ ગુજરાતી છે. પણ ગુજરાતનો એક યુવાન જ્યારે ગુજરાતમાં નોકરી માગે છે, બિનસચિવાલયમાં, તલાટી, પોલીસમાં. જ્યારે ત્યાં કૌભાંડ થાય એની સામે તે આંદોલન કરે તો એ દેશદ્રોહી. ગૃહમંત્રીનો દીકરો અમેરિકા જવાની વાત કરે એ દેશ પ્રેમી અને પાક્કો ગુજરાતી. ગુજરાતના ખેડૂતનો દીકરો નોકરી માગે તો દેશ વિરોધી, રાષ્ટ્રવિરોધી આમાં ક્યાં રાજકારણ આવ્યું? આવું કેવી રીતે શક્ય છે. ગૃહમંત્રીના દીકરાને જેવી શાળા છે એવી શાળા ગુજરાતના તમામ બાળકોને કેવી રીતે ન મળે. આમા રાજકારણ ક્યાં આવ્યું.
Can’t be more proud..
— Harsh Sanghavi (@sanghaviharsh) March 16, 2022
My Son Aarush’s rap is true in every way.
ગુજરાતી છું .. ગુજરાતી રહીશ pic.twitter.com/9fQtaDTSxT
આવતી કાલે મારા ઘરે પણ બાળકો આવશે, હાલ નથી. તો મારે એમને કેવી રીતે ભણાવવા? મારી પાસે પૈસા નહીં હોય, પ્રાયવેટમાં ભણાવવા પોસાય એમ નહીં હોય. સરકારી શાળામાં શિક્ષક નહીં હોય, પૂરતા ક્લાસ નહીં હોય. પ્રિન્સિપાલ નહીં હોય તો મારી પણ આ જ હાલત થવાની છે. હાલ એ વાલી તરીકે ભવિષ્યના એક, બાળકના પિતા તરીકેની વેદના ઠાલવી છે. તો ગામડાંના ગરીબ ખેડૂતના, મજૂરોના, વંચિતોના,છેવાડાના બાળકને સ્કૂલે જવાનો પણ ચાન્સ નથી મળતો. તો એની પીડા સમજશે મારો પ્રશ્ન જ આ છે. આમાં કોઈ રાજકારણ નથી. ગૃહમંત્રી રોદણા રોવાની ટેવ પડી છે. મને તેમ કહી દીધું. મારો શું ગુનો છે. પણ ગુનો તો અમારો છે કે, અમે તમને મત આપી દીધા. સરકાર બનાવી દીધી. આ પેપર કટિંગમાં ગુજરાતના શિક્ષણમંત્રીએ જે આંકડા આપ્યા, એ ગુજરાતમાં 18000 જેટલા ઓરડાની ઘટ છે. 1900 જેટલી સ્કૂલમાં પ્રિન્સિપાલની ઘટ છે. કેળવણી નિરિક્ષકોની ઘટ છે. આ આંકડા ગુજરાતના શિક્ષણમંત્રી આપેલા આંકડા છે. એ હું બતાવું છું. આ દેખાડીને હું કહેવા માગું છું કે, ગૃહમંત્રીના બાળકોને સારી સ્કૂલ મળે છે તો ગુજરાતના ખેડૂતો, વંચિતો, મજૂરો નાના માણસો, ગરીબ લોકોને આવી સ્કૂલ કેમ ન મળી શકે. કેમ શિક્ષકોની ઘટ છે. કેમ 18000 ઓરડા ઘટે છે. કેમ પ્રિન્સિપાલની ઘટ છે. ટેલેન્ટ તો કુદરતે બધાને આપી છે. પણ આ ટેલેન્ટને ભાજપની સરકારમાં તક નથી મળતી. પોતાની ટેલેન્ટ બહાર લાવવાની. એવી કોઈ સ્કૂલ મળતી નથી. જેની અંદર એવું વાતાવરણ નથી મળતું કે, કોઈ ગરીબનો દીકરો આવા કોઈ રેપસોંગ ગાય. ગુજરાતમાં વિકાસનો પરપોટો તો ખુદ શિક્ષણમંત્રી વિધાનસભામાં ફોડે છે. આ વસ્તું મેં ઘરે નથી છાપી. આ ગુજરાતના પ્રતિષ્ઠિત કહેવાતા અખબારના કટિંગ છે.

