અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાની તો ઠીક પણ ફરિયાદી સાથે યોગ્ય વર્તણૂંક ન થતી હોવાની અનેક ફરિયાદ વધવા લાગી હતી. જેની સામે સેક્ટર 2ના IG ગૌતમ પરમારે એક નવો પ્રયોગ શરૂ કર્યો છે. આ સાથે જે તે પોલીસ સ્ટેશનના સ્ટાફને યોગ્ય વર્તન કરવાની પણ સલાહ આપી છે. સામાન્ય લોકો પોલીસ ઉચ્ચ અધિકારી ગૌતમ પરમારને મળ્યા હતા અને અપીલ કરી હતી. જોકે, પોલીસની વર્તણૂંકને લઈને ઘણા વિવાદાસ્પદ કિસ્સા સામે આવ્યા છે.

પોલીસ ઉચ્ચ અધિકારી સેક્ટર 2 વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશમાં ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવા માટે પોતે ફરિયાદી બની ગયા હતા. ત્રણ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈ તપાસ કરતા પોલીસ સ્ટાફનો કડવો અનુભવ થયો હતો. તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફને પાઠ ભણવા માટે એ હેતુથી સામાન્ય લોકો સાથે સરળતા અને સારી રીતે વાત કરવા કહ્યું હતું. એટલું જ નહીં લોકોને ન્યાય મળે એ માટે ચાર પોલીસ કર્મચારીઓને એની ગેરવર્તણૂંક બદલ સસ્પેન્ડ કરી દીધા હતા. આ પછી અન્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદની ફરિયાદ પોલીસ ગંભીર રીતે લેતી થઈ ગઈ હતી. ગૌતમ પરમારે ચકાસણી કરવા માટે એક ડમી ફરિયાદીને તૈયાર કરીને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં મોકલ્યો હતો. ફરિયાદી ઓફિસમાં આવતા કહ્યું કે, શું તકલીફ છે, તમારી સાથે પોલીસની ગાડી આવે છે તમે કહો એ રીતે ફરિયાદ લઈએ. સુભાષબ્રીજ વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ નામના વ્યક્તિ શાહિબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં ફરિયાદ કરી કે, પાડોશમાં રહેતો વ્યક્તિ દરરોજ દારૂ પીને આવે છે આસપાસના લોકોને પરેશાન કરે છે. એ સમયે ફરિયાદ રૂમમાં રહેલા સ્ટાફે ફરિયાદની બેસાડી શાંતિથી પાણી પીવડાવ્યું હતું. એની રજૂઆત સાંભળી તેમને PI કે. ડી. જાડેજા સાથે મુલાકાત કરાવી હતી. ફરિયાદીની ફરિયાદ લેવાના આદેશ કર્યા હતા. એ પછી પોલીસના માણસો ગાડી સાથે ઘટના બની હતી તે જગ્યા પર જઇ તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં ફરિયાદીએ પોતે સેક્ટર-2ના આઇજીના કહેવાથી ડમી ફરિયાદી બની આવ્યા હતા.

આ વાતની પણ નોંધ લેવામાં આવી હતી. આ ઉપરાંત ગૌતમ પરમાર એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને પોતાની ભત્રીજી બનાવીને નીકળ્યા ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાં તેમણે પોતાનું સ્કૂટી ચોરાઈ ગયા હોવાની વાત કહી હતી. એ સમયે પોલીસ સ્ટાફે કહ્યું કે, આસપાસમાં શોધી લો મળી જશે. ના મળે તો બે દિવસ પછી પાછા આવજો. આ સ્કૂટીમાં પોતાનો એક પાસપોર્ટ હોવાની પણ વાત કહી હતી. ત્યારે પોલીસ સ્ટાફે કહ્યું કે, તમારા પાસપોર્ટમાં કોઈ ગડબડ હશે તો તમારી ધરપકડ કરવી પડશે. ફરિયાદી બનીને આવેલા ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું કે, હું સેક્ટર 2 છું. ત્યારે પોલીસે કહ્યું કે, સેક્ટર 2 હોય કે સેક્ટર 1 હોય અરેસ્ટ તો કરવા જ પડશે. આ સિવાય અમરાઈ વાડી પોલીસ સ્ટેશનમાં પણ એમને ખરાબ અનુભવ થયો હતો. ખરાબ વર્તન અને કડકાઈને કારણે ગૌતમ પરમારે અમરાઈ વાડી પોલીસ સ્ટેશનના બે અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જોકે, પોલીસને સારી વર્તણૂંક શીખવવા બદલ લોકોએ એમનો આભાર વ્યક્ત કર્યો હતો.

