HomeGujaratCentral Gujaratભારતમાં 22 જૂનથી શરૂ થશે કોરોનાની ચોથી લહેર, વૈજ્ઞાનિકોએ આપી આ ચેતવણી

ભારતમાં 22 જૂનથી શરૂ થશે કોરોનાની ચોથી લહેર, વૈજ્ઞાનિકોએ આપી આ ચેતવણી

વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. અનેક દેશોમાં કોરોનાની ચોથી લહેર શરૂ થઈ ગઈ છે. ભારતમાં કોરોનાની પ્રથમ, બીજી અને ત્રીજી લહેરની સચોટ ભવિષ્યવાણી કરનાર કાનપુરની આઈઆઈટીના વૈજ્ઞાનિકોએ હવે ચોથી લહેરને લઈને મોટી વાત કરી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ભારતમાં 22 જૂનથી કોરોનાની ચોથી લહેર શરૂ થશે અને ઓગષ્ટમાં તે પીક ઉપર પહોંચશે.

SUTRA મોડલ દ્વારા વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો ચોથી લહેર ચાર મહિના સુધી રહેશે. તેમણે કહ્યું કે લોકો જેટલા બહાર નીકળશે અને જેટલી ભીડ વધશે તેટલો કોરોના વધારે ફેલાશે. કાનપુરની આઈઆઈટીના વૈજ્ઞાનિકોની બીજી અને ત્રીજી લહેરને લઈને જે ભવિષ્યવાણી કરી હતી તે સચોટ નીકળી હતી.આ વખતે પણ વૈજ્ઞાનિકોએ ચોથી લહેરનો ટાઈમિંગ ગણાવ્યો છે.

એટલે હવે માનવામાં આવી રહ્યું છે કે ચોથી લહેર અંગેની આગાહી પણ સાચી નીકળશે.જો આવું થાય તો ભારત માટે હજુ તૈયારી માટે 3 મહિના જેટલો સમય છે. વૈજ્ઞાનિકોની આ પહેલાની બે આગાહી સાચી નીકળી હતી. ચીન અને યુરોપના ઘણા દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટાક્રૉનના કેસ ડરાવવા લાગ્યા છે. ચીનના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસો ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ બીએ.2 ને કારણે થયા છે એટલે વહેલા કે મોડા ભારત પર તેના છાંટા ઉડવાના છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW