HomeGujaratસોમનાથ મહાદેવને અબીલ ગુલાલનો દિવ્ય શણગાર, ભાવિકો થયા ભાવિભોર

સોમનાથ મહાદેવને અબીલ ગુલાલનો દિવ્ય શણગાર, ભાવિકો થયા ભાવિભોર

હોળી પર્વે જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવને અબીલ ગુલાલ અને ગુલાબનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આ દર્શનનો લાભ કરીને ભાવિકો અને દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી હતી. સાંજે મંદિર પરીસરમાં હોળી પ્રગટાવવામાં આવી હતી.

રંગોના તહેવાર હોળી-ઘુળેટી પર્વની ભોળાનાથના સાનિધ્યમાં આસ્થાભેર ઉજવણી થશે. આજે હોળીના દિવસે સવારે સોમનાથ મહાદેવને પ્રાતઃ આરતી સમયે અબીલ ગુલાલ અને ગુલાબનો વિશિષ્ટ અલોકીક શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાન સોમનાથને કરાયેલા આ દિવ્ય શણગાર અને આરતીના દર્શન કરી ભાવિકો ભાવવિભોર બની ગયા હતા. જ્યારે બપોરે મધ્યાહ્નન પૂજા અને આરતી કરવામાં આવી આવશે અને સાંજે સાય પૂજન આરતી કરવામાં આવશે.

સાંજે 8:30 વાગ્યે મંદિર પરીસરમાં હોલીકા પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવશે તેમ મંદિરના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યુ હતું. આજે અને આવતીકાલે બે દિવસ તહેવારના રજાના દિવસો હોવાથી યાત્રાધામ સોમનાથમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટશે તેવી આશા મંદિર ટ્રસ્ટના અધિકારી અને સ્થાનીક લોકો વ્યક્ત કરી રહ્યા છે. આજે સવારથી ધીમો યાત્રાળુઓનો પ્રવાહ પણ સોમનાથ આવી રહ્યાનું જોવા મળી રહ્યુ હતુ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW