HomeGujaratકોંગ્રેસના ધારાસભ્યો ખેડૂતોની વીજમાંગને લઈ વેલમાં ધસી ગયા,ટીંગાટોળી કરી બહાર કાઢ્યા

કોંગ્રેસના ધારાસભ્યો ખેડૂતોની વીજમાંગને લઈ વેલમાં ધસી ગયા,ટીંગાટોળી કરી બહાર કાઢ્યા

ગુજરાત વિધાનસભામાં બજેટસત્ર અંતિમ તબક્કામાં છે. છેલ્લે છેલ્લે આ સત્ર તોફાની બની રહ્યું હોય એવા ચિત્રો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં વીજળી અંગેના ખેડૂતોના પ્રશ્ને હંગામો કરીને, સુત્રોચ્ચાર કરીને વેલમાં ધસી આવ્યા હતા. જે બાબતે અધ્યક્ષે ટકોર કર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યો શાંત પડ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન કરતા જ ભાજપના સભ્યોએ એવો કટાક્ષ કર્યો ભાષણ ન કરો. જેની સામે કોંગ્રેસના ધારાસભ્ય શૈષેલ પરમારે વીજ ઉત્પાનના આંકડા રજૂ કરી નાંખ્યા હતા.

તેમણે ગૃહમાં એવું પણ સ્પષ્ટ કર્યું કે, 240 મેગાવોટનો જ વધારો થયો છે. સરકાર ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપી શકતી નથી. જોકે, આ પહેલા ભારતીય કિસાન સંધે અપૂરતી વીજળીને લઈને સરકારને આંદોલનની ચિમકી આપી દીધી છે. આ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહ પ્રક્રિયા ચાલું હતી ત્યારે વોકઆઉટ કરી દીધું હતું. એ સમયે પણ નારેબાજી કરવામાં આવી હતી. ભાજપના સભ્ય સુરેશ પટેલે કહ્યું કે,પહેલાં ચો બે ચાર દિવસ વીજળી આવેતો સમાચાર આવતા હતા. હવે બે ચાર દિવસ સુધી કોઈ વીજળી ન આવે તો સમાચાર બની રહ્યા છે. જોકે, કોંગ્રેસના સભ્યો ગૃહમાં વેલમાં ધસી જતાં સાર્જન્ટ બોલાવા પડ્યા હતા. પછી આ હંગામો કરતા સભ્યોને ટીંગાટોળી કરીને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. પછી કોંગ્રેસના ધારાસભ્યો વોક આઉટ કરી ગયા.

કોંગ્રેસના બળદેવજીએ નીતિનભાઈનો આભાર માન્યો હતો. તેમણે એવું કહ્યું કે, હું નીતિનભાઈનો આભાર માનું છું. એ વાત પણ સ્વીકાર કે, ગુજરાતમાં રોજગારી મળતી નથી. એટલે લોકો મોટી રકમનો ખર્ચો કરીને વિદેશ જાય છે. લોકોને નોકરી માટે વિદેશમાં જવું પડતું હોય અને 27 વર્ષથી ભાજપની સરકાર હોય તો એ એવું બતાવે છે કે, આ ચિત્ર બેરોજગારીની સ્વીકૃતિ છે. ગૃહમાં બેઠેલા તમામ સભ્યો કોંગ્રેસે બનાવેલી શાળામાં અભ્યાસ કરીને આવેલા છે. જે પછી વિધાનસભા સુધી પહોંચી ગયા છે.

નાણાંમંત્રી જાહેર દેવા અંગેના સવાલનો જવાબ આપતાં અટવાયા હતા. જોકે, નાણામંત્રીના નિવેદન સામે કોંગ્રેસના નેતા અમીત ચાવડાએ આકરી પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ પણ એવો આક્ષેપ કર્યો કે, એક સમયે રાજકોટ સિટી રંગીલા શહેર તરીકે જાણીતું હતું. આજે ખંડણીનું શહેર બન્યું હોવાનું ગોવિંદભાઈ કહી ગયા. વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થઈ જતા પહેલા પ્રશ્નોત્તરી માટે કલાક ફાળવવામાં આવ્યો. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વંશના પ્રશ્નમાં નાણામંત્રી કનુ દેસાઈ અટવાઈ ગયા હતા. પછી પાછળની ગેલેરીમાંથી ચિઠ્ઠી મોકલ્યા બાદ તેઓ જવાબ આપી શક્યા. કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ સરકારના દેવા અંગેના પ્રશ્નમાં કહ્યું કે, સરકારે ઉત્સવો, બોર્ડ, હોર્ડિંગ પાછળ કરકસર કરી દેવું ઘટાડવું જોઈએ. જ્યારે અમિત ચાવડાએ કહ્યું કે, અગાઉ દેવું થાય તો મોઢું છુપાવતા, હવે આપણે ગૌરવ લઈએ છીએ. જોકે, વિરજી ઠુમ્મરના પ્રશ્નો પર ભાજપ શાંત થઈ ગયો હતો. તેમણે કહ્યું કે, ભાજપને 27 વર્ષ પછી કોંગ્રેસનાન સપના કેમ આવે છે. ગુજરાતને બતાવેલા સપના જુઓ કોંગ્રેસના સપનાના બદલે. કોંગ્રેસે છેલ્લા 70 વર્ષમાં શું કર્યું એ સવાલ વારંવાર કરો છો. એ ન ભૂલો કે, વિધાનસભાના ગૃહમાં બેઠેલા ધારાસભ્યો તથા નેતાઓ કોંગ્રેસની બનાવેલી શાળાઓમાંથી જ ભણીને આવ્યા છે. ભાજપે એવો દાવો કર્યો છે કે, સરકારે 1 લાખ 20 હજાર કી.મી.નું પાણીની પાઇપ લાઈનનું નેટવર્ક ઉભું કર્યું. પણ પાણી ક્યાં? આજે પણ મારા મત ક્ષેત્રમાં પીવાના પાણીની કોઈ જ સુવિધા પ્રાપ્ય નથી. પેપર ફૂટે છે અને નર્મદાની પાણીની લાઈન પણ ફૂટે છે. સૌરાષ્ટ્રમાં મસમોટી નહેર ખોદી નાંખી છે પણ પાણી ક્યારે આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW