HomeGujaratકદી નહીં પડે ખાડા, રાજ્યના આ શહેરમાં તૈયાર થયો સ્ટિલનો રોડ જાણો...

કદી નહીં પડે ખાડા, રાજ્યના આ શહેરમાં તૈયાર થયો સ્ટિલનો રોડ જાણો ખાસિયત

સામાન્ય રીતે જ્યારે પણ ચોમાસુ આવે એટલે રસ્તાનું કામ કેવું અને કેટલું સારૂ થયું છે એનો રીપોર્ટ મળી જાય છે. ખાસ કરીને મહાનગરમાં એક જ વરસાદમાં રોડ ધોવાઈ જાય છે. ત્યારે હવે ખાડામાંથી છૂટકારો મેળવવા માટે દક્ષિણ ગુજરાતના મહાનગર સુરતમાં એક નવતર પ્રયોગ થયો છે. જેનાથી પ્રજાને ઠેર ઠેર પડતા ખાડા અને ભરાતા પાણીથી છૂટકારો મળી રહેશે.
પ્રાથમિક જીવન જરુરી વસ્તુઓમાં પ્રજાને સારા રોડ રસ્તા આપવાની જવાબદારી તંત્રની છે. પણ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે.

પ્રજા દરેક મોટા અધિકારીઓને રજૂઆત કરી કરીને થાકે પણ રોડ પરના ખાડાનો ઉકેલ જ ન આવે એવી ઘટના ઘણી વખત સામે આવી છે. આવી સમસ્યાઓથી કાયમી છૂટકારો મળી જાય તેવો એક ઉપાય સુરતમાં શોધાયો છે. સુરતમાં સ્ટીલનો રોડ તૈયાર થયો છે. હવે ભારત સરકારે કપચીની જગ્યાએ સ્ટીલનો ઉપયોગ રસ્તા બનાવવા માટે કર્યો છે. જેનો પહેલો પ્રોજેક્ટ સુરતમાં આકાર પામ્યો છે. સુરતમાં દેશનો પ્રથમ સ્ટીલ રોડ તૈયાર થઇ ગયો છે. સુરતના ઔદ્યોગિક વિસ્તાર હજીરામાં એક સ્ટીલનો રોડ તૈયાર કરાયો છે. એટલે ત્યાં હવે ભવિષ્યમાં કોઈ પ્રકારના ખાડા નહીં પડે અને ચોમાસામાં કોઈ રીતે પાણી પણ નહીં ભરાય.

આ રોડનો પ્રોજેક્ટ CSRIએ સ્પોન્સર કરેલો છે. આ સ્ટીલ મંત્રાલય અને નીતિ આયોગના આદેશ અનુસાર એક રિસર્ચ પ્રોજેક્ટ છે. જેમાં CSRIની એક ગાઈડલાઈન અનુસાર સુરત હજીરાના AMNS પ્લાન્ટ પ્રોસેસ્ડ ઇલેક્ટ્રિક આર્ક ફરનેસ સ્ટીલનો ઉપયોગ કરીને સમગ્ર રસ્તો તૈયાર કરાયો છે. સુરતમાં આવેલો આ રોડ 1.2 કિલોમીટર લાંબો, 6 લેન ડિવાઇડેડ કેરેજ વે છે. સુરતમાં હજીરા એક ઔદ્યોગિક વિસ્તાર છે. જ્યાં મોટી સંખ્યામાં ભારે વાહનોની અવરજવર રહે છે. પહેલા આ રોડ પર પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. જેમાં 100 ટકા પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટ અને 100 ટકા સબસ્ટિટ્યુટ નેચરલ એગ્રીગેટનો ઉપયોગ થયો છે. આવનારા વર્ષોમાં દેશના રોડ નેટવર્કને વધારે મજબૂત બનાવવા માટે સરકાર આજ ટેક્નિકનો ઉપયોગ કરશે.

આ પ્રોજેક્ટ ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન અને વેસ્ટ ટુ વેલ્થ અંતર્ગત શરુ કરાયો છે. દેશમાં આશરે 90 મિલિયન ટન સ્ટીલ સ્લેગ દર વર્ષે તૈયર થાય છે. તેના સુરક્ષિત ડિસ્પોઝલને લઇ સ્ટીલ ઇન્ડસ્ટ્રી કન્શન હોવાથી આ પ્રકારનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે સુરતના હજીરા ખાતે તૈયાર થયેલા આ રોડમાં કોઇ ખામી જોવા મળી નથી. જે ધ્યાને લઈ કહી શકાય કે દેશમાં આવનારા સમયમાં રોડ નેટવર્કનેને આ પ્રકારે વધારે મજબૂત બનાવવા માટે આ ટેકનિક ઘણી ઉપયોગી પુરવાર થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW