મહાનગર વડોદરામાં પ્રેક્ટિસ મેચ રમવી ભાજપના પદાધિકારીને ભારે પડી છે. વડોદરા શહેરમાં પ્રેક્ટિસ મેચ વખતે ગુજરાત ભાજપના સૌથી યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે બેટિંગ કરતા શોટ માર્યો હતો. જે બોલ વડોદરાના મેયર કેયુર રોકડિયાને મોઢા પર વાગતા છ ટાંકા આવ્યા છે. આવનારા દિવસોમાં સુરતમાં મેયરકપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેની પ્રેક્ટિસ માટે વડોદરા શહેરમાં રવિવારે સવારે એક મેચનું આયોજન કરાયું હતું.
વડોદરાના રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમમાં મેયર અને કાઉન્સિલર્સ ભેગા થયા હતા. આ દરમિયાન ભાજપના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે બેટિંગ કરતા જોરદાર શોટ માર્યો હતો. મેયર કેયુર રોકડિયા બોલિંગ કરી રહ્યા હતા. એ સમયે બેટિંગ કરી રહેલા શ્રીરંગ આયરે મેયરની ઓવરમાં ફટકાબાજી કરી હતી. જેમાંથી એક બોલ સીધો મેયર કેયુર રોકડિયાના મોઢા પર વાગ્યો હતો. જેના કારણે મેયર ત્યાં મેદાન પર જ પડી ગયા હતા. લોહી નીતરતી હાલમાં એમને હોસ્પિટલ સારવાર હેતું લઈ જવામાં આવ્યા હતા. મેયર ભાયલાલ અમીનના મોઢા પર છ ટાંકા આવ્યા છે. હોસ્પિટલમં સારવાર બાદ એમને રજા આપી દેવામાં આવી હતી. શ્રીરંગ આયર વડોદરાના ગોત્રી, ગોરવા તથા સુભાનપુરા વિસ્તારના જાણીતા સમાજસેવક તથા પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરના પુત્ર છે. ગુજરાત કોર્પોરેશનની ચૂંટણીમાં સૌથી યુવા પુરૂષ ઉમેદવાર તરીકે શ્રીરંગ આયર રહ્યા હતા. આ ચૂંટણીમાં તેઓ વિજેતા થયા હતા. આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ માટે એમને મોટા દાવેદાર પૈકીના એક માનવામાં આવે છે. આગામી દિવસોમાં સુરત ખાતે રમાનાર મેયર કપ ક્રિકેટ મેચની તૈયારીઓના ભાગરૂપે વડોદરાના મેયર અને કાઉન્સિલરો પ્રેક્ટિસ કરી રહ્યા હતા.

શ્રીરંગ આયરેના પિતા રાજેશ આયર વિસ્તારના કદાવર નેતા છે અને આગામી વિધાનસભા ચૂંટણી માં સયાજીગંજ વિધાનસભાના પ્રબળ દાવેદાર છે. મેયર કેયુર રોકડિયા પણ સયાજીગંજ વિધાનસભા ચૂંટણીમાં દાવેદાર પૈકી ના એક મનાય છે. શ્રીરંગ આયરે દ્વારા ફટકો મારવા જતા બોલ દૂર હવામા ઊંચો ગયો હતો મીડલ ઓફ શોર્ટલેગ અને સ્કવેર લેગની વચ્ચે ઉછળ્યો હતો. શ્રીરંગના કેચને દોડીને પકડવા જતાં તડકામાં મેયરની આંખો અંજાઈ ગઈ હતી અને બોલ સીધો મોઢા અને દાઢી વચ્ચે અથડાતા લોહી નીતરતી હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા.

