HomeGujaratહત્યાઃ છૂટાછેડા લઈને રહેતી પત્નીને પૂર્વ પતિએ 12 છરીના ઘા મારીને પતાવી...

હત્યાઃ છૂટાછેડા લઈને રહેતી પત્નીને પૂર્વ પતિએ 12 છરીના ઘા મારીને પતાવી દીધી

કોઈ પણ સંબંધમાં તિરાડ પડે છે ત્યારે એ ક્યારેક એવું મોટું રૂપ લઈ લે છે કે એની કોઈએ કલ્પના પણ કરી નથી હોતી. સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ બાદ રાજ્યમાંથી સ્ત્રીઓ પર થતા અત્યાચારની ઘટના વધી ગઈ છે. ખાસ કરીને મહિલાઓની હત્યાના કેસ વધ્યા છે. જે ખરેખર ચિંતાજનક છે. પત્ની પતિના સંબંઓમાં ક્યારેક વ્યક્તિ ગુસ્સા અને આવેશમાં આવીને એવું કરી બેસે છે તે અંતે એને જેલની હવા ખાવાનો વારો આવે છે. આવી જ ઘટના બની હતી સૌરાષ્ટ્રના નગર કહેવાતા જેતપુરમાં.

જેતપુરમાં છૂટાછેડા લઈને રહેતી પત્નીને એના જ પૂર્વ પતિએ છરીના 12 ઘા મારીને પતાવી દીધી છે. સોમવારે સવારે રાજકોટ જિલ્લાના જેતપુરની ગુજરાતી વાડીમાં રહેતા માતા પ્રસન્નબેન શાંન્તુભાઈ કહોર પોતાન 14 વર્ષના દીકર રવિરાજ અને પાયલ સાથે રહેતા હતા. પતિ સાથે સંબંધો પૂરા થતા ઘણા સમયથી તેઓ અહીં રહેતા હતા. સોમવારે સવારે પોણા દસ વાગ્યા આસપાસ જ્યારે તે ઘરે હતા ત્યારે પતિ અને ભત્રીજો આવી ચડ્યા હતા. પછી પ્રસન્નબેન શાંન્તુભાઈ કહોર સાથે માથાકુટ કરી હતી. ભત્રીજાએ પ્રસન્નબેન પર હુમલો કરી છરી મારી દીધી હતી.

આડેધડ એકપછી એક એમ 12 ઘા મારીને મહિલાનું ઢીમ ઢાળી દીધું હતું. પેટના ભાગે છરી વાગતા તેઓ ઘરમાં જ ઢળી ગયા હતા. પછી સારવાર હેતું હોસ્પિટલ લઈ જતા પ્રસન્નબેન શાંન્તુભાઈ કહોરનું મોત થયું હતું. ઘરમાં રહેતા રવિરાજ અને પાયલે માતાને બચાવવા માટે પ્રયાસ કર્યા હતા. પણ માતાને બચાવી શક્યા નહી. જ્યારે દીકરી પાયલે જ્યારે જોયું કે કોઈ બે વ્યક્તિ મોઢે રૂમાલ બાંધી આવ્યા છે અને માતાને મારી રહ્યા છે ત્યારે મોઢામાંથી રૂમાલ કાઢવા માટે ઝપાઝપી કરી હતી. જેમાંથી એક વ્યક્તિ એના પિતા હતા. જ્યારે બીજી વ્યક્તિ દાદાનો ભાઈ શિવરાજ હતો.જે એની માતાને છરીથી મારી રહ્યો હતો.

પછી કાકા અને ભત્રીજો ફરાર થઈ ગયા, જ્યારે પતિ શાન્તુ અને ભત્રીજો શિવરાજ ઘરમાં જ રહ્યા. પણ જ્યારે તેઓ ઘરની બહાર આવ્યા ત્યારે તેઓ સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગયા. ઘરની બહાર શિવરાજ લોહીવાળા હાથ લૂછતો જોવા મળ્યો. પછી એક બાઈક પર બેસીને તેઓ ફરાર થઈ ગયા હતા. મૃતક પ્રસન્નબેન શાંન્તુભાઈ કહોરના લગ્ન પતિ શાન્તુ સાથે થયા હતા. છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા. પછી પતિએ એને છૂટાછેડા આપી દીધા હતા. પછી બંને જુદા જુદા રહેતા હતા. ઝઘડાને કારણે શાન્તુએ ભત્રીજા શિવરાજ સાથે પત્નીના ઘરે પહોચ્યા હતા. પછી ઘટનાને અંજામ આપ્યો હતો. માતાનું મૃત્યું થતા બંને સંતાનના માથેથી છત ખસી ગઈ છે. બાપ હત્યા બદલ જેલમાં જશે અને માતા સ્વધામ પહોંચી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW