Sunday, July 7, 2024
HomeGujaratધાનેરાના અનાપુર છોટા ગામે પુત્રએ કાર રીવર્સમાં લેતા પિતા કચડાયા,મોત

ધાનેરાના અનાપુર છોટા ગામે પુત્રએ કાર રીવર્સમાં લેતા પિતા કચડાયા,મોત

બનાસકાંઠાના ધાનેરા તાલુકાના છોટા અનાપુર ગામે પુત્રના હાથે પિતાનું મોત થયું છે. મિલકતના ઝઘડામાં દીકરો ભાઇને કારની ટક્કર મારવા જતો હતો એમાં પિતા આવી જતા પુત્રના હાથે પિતાનું મોત થયું છે. જ્યારે દીકરો કાર રીવર્સમાં લઈને જતો હતો ત્યારે આ ઘટના બની હતી. કારને રીવર્સમાં આવતા તે ખસી જતાં બચી ગયો, કાર રિવર્સ લેતાં પિતાને ટક્કર વાગી હતી. જેમને સારવાર હેતું અમદાવાદ ખસેડાયા હતા. અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.

બનાસકાઠા જિલ્લાના ધાનેરાના અનાપુર છોટા ગામે પ્રકાશભાઇ કાંતિલાલ જોષી અને દિનેશભાઇ જોષી વચ્ચે પોતાની મિલકતને લઈને માથકુટ ચાલી રહી હતી. આ માથાકુટ કોઈનો જીવ લેશે એવીં ક્યાં કોઈને ખબર પણ હતી. તેમની બહેન પ્રભા ગણપતભાઇ જોષી ત્યાં મિલકતમાં ભાગ પડાવવા માટે પહોંચી હતી. તેણે પણ મિલકત અંગે પૂછ્યું હતું. પ્રકાશભાઇ અને તેમનો દિકરો ભીખાભાઇ આ મામલે એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. જેમણે લાકડી મારતાં દિનેશભાઇને ગંભીર ઈજાઓ થઇ હતી. પછી એમને સારવાર કરાવી પાછા લાવવામાં આવ્યા હતા.

આ દરમિયાન ભીખાભાઇએ પોતાના ભાઇ ભાવેશભાઇ જોષીને પતાવી દેવાના ઈરાદાથી કારને માથે ચઢાવી દેવા માટે પ્રયાસ કર્યા હતા. પાછળ જોયા વગર જ ભીખાએ કાર રિવર્સમાં હંકરી મૂકી હતી. જેમાં ભાવેશભાઈ આવવાના બદલે પિતા પ્રકાશભાઈ આવી જતા પુત્રના હાથે પિતાનું મોત નીપજ્યું હતું. એમને ગંભીર હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલ અને પછી અમદાવાદ સારવાર હેતું લઈ જવાયા હતા. જ્યાં શનિવારે એમનું મોત થયું હતુ. આ અંગે ભાવેશભાઇએ ભીખાભાઈ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી દીધી છે.

આ કેસમાં એક ભાઈએ જ બીજા ભાઈની સામે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, આ કેસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવો કે હત્યા અંગેનો. જોકે, આ કેસમાં પોલીસે બંને ભાઈઓના પરિવારના કેટલાક લોકોની પૂછપરછ શરૂ કરી દીધી છે. ધાનેરા પોલીસે આ કેસ મામલે ઝીણવટ ભરી તપાસ કરી રહી છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW