તાજેતરમાં પાંચ રાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. પરિણામ આવી ગયા બાદ ચાર રાજ્યમાં ભાજપ સરકાર બનાવવા માટે જઈ રહી છે. પણ એક રાજ્યમાં ભાજપનો વિજય થયો હોવા છતા પણ પાર્ટી મુખ્યમંત્રી માટે મુંઝવણમાં છે. મણિપુર વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ચૂકી છે. પરિણામ પણ જાહેર થઈ ચૂક્યું છે. ભાજપે 60થી 32 બેઠક પર જીત મેળવીને બહુમત મેળવી લીધો છે. પણ કોકડું ત્યાં ગુંચવાયું કે, મણિપુરમાંથી મુખ્યમંત્રી કોણ બનશે?

ભાજપના સુત્રોમાંથી જાણકારી મળી રહી છે કે, મુખ્યમંત્રી પદને લઈને ભાજપમાં અંદરોઅંદર ખેંચતાણ ચાલી રહી છે. આ મટે ચૂંટણી પહેલી પણ કોઈ સત્તાવાર ચહેરો સામે આવ્યો ન હતો. એમાં હવે પરિણામ ભાજપની ફેવરમાં આવતા અંદરોઅંદર મુંઝવણ ઊભી થઈ છે. બિરેનસિંહે મણિપુરમાં પાંચ વર્ષ સુધી નેતૃત્વ કર્યું છે. હવે પાર્ટીના જ કેટલાક લોકો એના સમર્થનમાં નથી. પક્ષમાંથી જ એક મોટો પડકાર ઊભો થયો છે. હાલમાં થોંગામ બિસ્વજીતસિંહને મુખ્યમંત્રી પદના દાવેદાર માનવામાં આવે છે. તેમણે બીરેન સિંહ પહેલા ભાજપ જોઈન કરી હોવાનું માનવામાં આવે છે. પણ હાલમાં રાજકીય સમીકરણ મણિપુરમાં બગડ્યું છે. ભાજપના સૂત્રોનું માનીએ તો, 2017માં થોંગામ બિસ્વજીત સિંહને લાગ્યું હતું કે, વરિષ્ઠ હોવાના નાતે તેમને મણિપુરના મુખ્યમંત્રી તરીકે લેવામાં આવે. પણ હાઈકમાન્ડે દિલ્હીથી જ નામ નક્કી કર્યું હોય એમ બિરેનસિંહને તાજ પહેરાવી દીધો.

આ નિર્ણયથી થોંગામ બિસ્વજીતસિંહ નારાજ થઈ ગયા અને મહત્ત્વનું મંત્રાલય અપાવી મામલો ઉકેલી નાંખ્યો. થોંગામ વિસ્વજીત સિંહ 5 વર્ષ દરમિયાન એન બીરેનસિંહની સાથએ પોતાના મુદ્દાને લઈને કેટલીય વાર દિલ્હીમાં આવી ચુક્યા છે. પણ પાંચ વર્ષ દરમિયાન ખાસ કોઈ મોટો નિર્ણય લેવાયો ન હતો. એટલે આ વખતે એમનું પાસું મજબૂત મનાય છે. કેન્દ્રીય નેતૃત્વ સામે પોતાની વાત રાખી હતી. જો કે, મણિપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, એન બીરેનસિંહના નેતૃત્વમાં સરકારે રાજ્યનો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. હવે નારાજ નેતાને મનાવવાની વાત કે કોઈ નવા ચહેરાને સોંપવાની એ હજુ સુધી સ્પષ્ટ નથી. ભાજપની ઈચ્છા બીરેનસિંહને ફરી તાજ પહેરાવાની છે. પણ જો એ ફરીથી મુખ્યમંત્રી બન્યા તો ફરીકોઈ મોટો હોબાળો થશે. CM પદના દાવેદારોમાંના અન્ય એક ગોવિંદદાસ કોંથોઝમ છે. જેઓ કોંગ્રેસના પૂર્વરાજ્ય પ્રમુખ રહી ચુક્યા છે. ભાજપમાં જે ઓગસ્ટ 2021માં જોડાયા હતા. તેઓ સંઘમાં સેવક છે. આ વાત તેમનો પ્લસ પોઈન્ટ છે. હવે જોવાનું એ છે હાઈકમાન્ડનો શું નિર્ણય આવે છે.

