HomeGujaratસ્વચ્છ હળવદ પાલિકાના દાવાને ખુદ ભાજપના મહામંત્રીએ નકાર્યા,શહેરમાં શૌચાલયના નવીનીકરણ કરવા માંગ

સ્વચ્છ હળવદ પાલિકાના દાવાને ખુદ ભાજપના મહામંત્રીએ નકાર્યા,શહેરમાં શૌચાલયના નવીનીકરણ કરવા માંગ

મોરબી જિલ્લાના હળવદ નગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે. અને સ્થાનિક ભાજપના સતાધીશો સ્વચ્છ હળવદના દાવા કરી રહ્યું છે. જોકે ખુદ મોરબી જિલ્લા ભાજપના યુવા મહામંત્રી જ આ દાવાના નકારી રહ્યા છે. જિલ્લા મહામંત્રી તપન દવે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને પત્ર લખી રજુઆત કરી હતી જેમાં તેમને જણાવ્યું હતું,

હળવદ શહેર આસપાસના વિસ્તારમાં ધમધમતું શહેર છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ખરીદી માટે લોકો અહીં આવે છે. પરંતુ શહેરના તમામ શૌચાલયમાં ગંદકી જોવા મળી રહી છે જેથી અંદર લોકો 2 મિનિટ પણ રહી શકે તેવી સ્થિતિ નથી જેથી પાલિકા વહેલી તકે શૌચાલયના નવીનીકરણ કામગીરી કરે અને શહેરમાં આધુનિક શૌચાલયના નિર્માણ કરાવે તેવી માગણી કરી છે. હળવદ પાલિકા સ્વાચ્છ હળવદ હોવાનાં દાવા કરે છે પણ સાચી સ્થિતિ ખુદ ભાજપના જ મહામંત્રી રજૂ કરી રહ્યા છે. અને તેઓએ પાલિકામાં લેખિત રજુઆત થકી શૌચાલયની માગણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW