મોરબી નગરપાલિકા સફાઈ કામગીરીમાં મોટા પાયે ખાનગી એજન્સીઓને અલગ અલગ કામ માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો જોકે આ એજન્સીઓ દ્વારા કામગીરીમાં ભયંકર બેદરકારી દાખવતી હોવા છતાં આજ દિન સુધી એક પણ પાલિકાના અગાઉ ચીફ ઓફિસર દ્વારા કડક એકશન ન લેતા જાણે આ એજન્સીઓને મોકળું મેદાન મળી ગયુ હોય તેમ કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવી હતી તાજેતરમાં નવ નિયુક્ત ચીફ ઓફિસર સંદિપ સિંહ ઝાલા હાલ એક્સન મોડમાં હોય એમ આવી બેદરકારી કરતીએજન્સી પર કડક એકશન લીધા છે બે દિવસ પહેલા જાહેરમાં કચરા કલેક્શન ન કરતી એજન્સીને કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ 2 લાખનો દંડ ફટકાર્યો હતો.હજુ આ ઓછું હોય એમ ડમ્પિગ સાઈટમાં ખાતર બનાવવાની કામગીરી કરતી એજન્સી પણ પાલિકાને ગણકારતી જ હોવાનું સામે આવ્યું છે. પાલિકા દ્વારા 2015માં સુરતની તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ નામની એજન્સીને ડમપિંગ સાઈટમાં એકઠા થયેલા કચરાને ખાતર બનાવવનો કોન્ટ્રાકટ આપયો હતો આ કોન્ટ્રાકટ મુજબ એજન્સીએ માસિક રૂ.15 હજાર પાલિકાને ચુકવણી કરવાની હતી જોકે આ એજન્સી દ્વારા 1 એપ્રિલ2015 થી 28 ફેબ્રુઆરી 2022 સુધી એક પણ રૂપિયો ચૂકવ્યો ન હોય અને પાલિકા સાથે થયેલ કરાર પણ ભંગ કર્યો હતો. જેથી ચીફ ઓફિસર દ્વારા એજન્સીને આખરી નોટિસ ફટકારી રૂ.12.45 લાખ ચુકવણી કરવા આદેશ કરવામાં આવ્યો છે.સાથે સાથે જો એજન્સી સમય મર્યાદામાં રકમ નહિ ચૂકવે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે.

