HomeGujaratCentral Gujaratરાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, પ્રાથમિક માધ્યમિક દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, પ્રાથમિક માધ્યમિક દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાથમિક તથા માધ્યમિક સંવર્ગ અમદાવાદ શહેર દ્વારા વનિતા વિશ્રામ ,ખાડિયા ખાતે માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય બાદ સરસ્વતી વંદના થી કરવામાં આવી. ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનો નું પુષ્પ ગુચ્છ તથા પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું. હતુ.આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સેન્ટ્રલ જેલ NGO તથા સામાજિક કાર્યકર મીતાબેન જાનીને આમંત્રણ આપવામાં આવ્યું હતું . તેમના દ્વારા રાષ્ટ્ર માટે નારીના બલિદાન પર ખુબ જ સુંદર ઉદાહરણો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું. તેમજ મુખ્ય અતિથિ તરીકે સહસંયોજીકા ગુજરાત પ્રાંત મહિલા સમન્વય તરીકે કાર્યરત પારૂલ બેન દ્વારા પણ બહેનોને ખુબ જ સુંદર પ્રોત્સાહન મળે તેવું પ્રવચન આપ્યુ હતુ.ડો.શ્રુતિબેન દ્વારા નારી નું પરિવાર,સમાજ તથા દેશ માટે મહત્વ અને તેના સન્માન બાબતે ખૂબ જ સુંદર પ્રવચન આપવામાં આવ્યું. આ ઉપરાંત માધ્યમિક સંવર્ગ ના મહામંત્રી રઘજીભાઈ પટેલ દ્વારા સંગઠન વિશેની વિસ્તૃત માહિતી આપવામા આવી હતી.આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર માંથી બહોળી સંખ્યામાં માતૃશક્તિ હાજર રહયા જેથી આ કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો.સમગ્ર કાર્યક્રમ ના અંતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત મહિલામંત્રી અક્ષિતાબેન જાની દ્વારા આભારવિધિ કર્યા બાદ કલ્યાણ મંત્ર દ્વારા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમનુ સંચાલન વનિતા વિશ્રામ ના શિક્ષિકા બહેન કૃપાલીબેન શાસ્ત્રી એ કર્યું હતું તેમજ કાર્યક્રમના અંતે અલ્પાહાર રાખવામાં આવ્યો હતો માતૃશક્તિ વંદના કાર્યક્રમને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાંત સંગઠનમંત્રી ઘનશ્યામભાઈ પટેલ, પ્રાંત મહિલા મંત્રી અક્ષીતા જાની, અમદાવાદ શહેર માધ્યમિક ના અધ્યક્ષ રાધવજી પટેલ , હાજર રહ્યા હતા તેના માટે સમગ્ર ટીમને તથા ખુબજ સુંદર આયોજન બદલ વનિતા વિશ્રામ શાળા ના સમગ્ર પરિવારનો અભિનંદન પાઠવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW