રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થતા વૈશ્વિક સ્તરે અમેરિકન ડોલરની સામે ભારતીય ચલણ રૂપિયાનું મુલ્ય ઘસાઈ રહ્યું છે. ડોલર સામે રૂપિયો 77 રૂપિયા સુધી પહોંચી જતા અલંગમાં આવેલા શિપબ્રેકીંગ ઉદ્યોગ ઉપર મુશ્કેલીના વાદળો ઘેરાવા લાગ્યાં છે. વૈશ્વિક સ્તરે જહાજના ભાવ 680 ડોલરથી વધી જતા શિપબ્રેકીંગ ઉદ્યોગ મુશ્કેલીમાં ધકેલાયો છે. તો બીજી તરફ સ્ક્રેપના ભાવોમાં પણ સ્થાનિક સ્તેર વધીને સર્વોચ્ય સપાટીએ પહોંચ્યો છે.

અહીંથી માર્કેટ ઘટવાના ચાન્સ ખૂબ વધુ માનવામાં આવે છે. જો મોંઘા ભાવનું જહાજ ખરીદાય ગયુ હોય અને મહિના-બે મહિના પછી જહાજ આવી પહોંચે ત્યારની માર્કેટની સ્થિતિઓ અવળી હોય તો નુકસાનીની શક્યતાઓ વધી જાય છે. તેના કારણે ઓછા ટનેજ ધરાવતા જહાજ શિપબ્રેકરો કાપી રહ્યા છે. જે ઝડપથી પૂર્ણ પણ થઇ જાય છે. તેથી માર્કેટની આજુબાજુ અથવા ઓછા નફા-ખોટથી વ્યાપાર થઇ શકે છે. યુક્રેન-રશિયાના યુધ્ધની સ્થિતિ વચ્ચે ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે.

તેના પરિવહન માટે દરિયાઇ જહાજ પર સૌથી મોટો આધાર રાખવો પડતો હોય છે. છેલ્લા 15 દિવસથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એકપણ જહાજ સ્ક્રેપ માટે વેચાવા આવ્યુ નથી. ડોલરની અનિશ્ચિતતા, માર્કેટની અનિશ્ચિતતાને કારણે અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને મુશ્કેલી અનુભવાઇ રહી છે, ડર લાગે છે. યુક્રેન-રશિયા યુધ્ધની સ્થિતિ ક્યારે સુધરશે તે પણ નક્કી નથી.

