Sunday, July 7, 2024
HomeGujaratCentral Gujaratયુપી વિધાનસભાની ચૂંટણીમાં સાડી મોકલવાનું કહીને વેપારી સાથે 10 લાખની ઠગાઈ

યુપી વિધાનસભાની ચૂંટણીમાં સાડી મોકલવાનું કહીને વેપારી સાથે 10 લાખની ઠગાઈ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન સાડીઓ મોકવાની હોવાનું કહી સુરતના વેપારી પાસે રૂપિયા 10 લાખની સાડીનો જથ્થો લઈ ભાગી ગયેલા બે શખસોને પોલીસે ઝડપી લીધા છે. ઉપરાંત 100 ટકા મુદ્દામાલ કબ્જે લઈ ઠગબાજોની નવી મોડ્સ ઓપરેન્ડીને ખુલ્લી પાડી દીધી છે.

સલાબતપુરા પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના 7 માર્ચે બની હતી. બે ઠગોએ સલાબતપુરાના કાપડના વેપારી આશિષકુમાર રામચંદ્ર પ્રસાદ પાસે બે ઠગબાજો સાડીનો જથ્થો ખરીદવા આવ્યા હતા. યુપી મોકલવાના બહાને 3435 સાડીઓ છળકપટથી મેળવી આરોપીઓ નંબર વગરની એક્સેસ મોપેડ ઉપર વેપારીને પણ પૈસા આપવાના બહાને બેસાડી લઇ ગયા હતા. જોકે થોડે દૂર ગયા બાદ વેપારીને રસ્તામાં ઉતારી દઇ સાડીઓ લઇ નાસી જતા વેપારી ની આંખ ખુલ્લી હતી.

વેપારીએ આ ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસ આધારે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી રામાનંદ સામવચન ઉપાધ્યાય તથા માલ સગેવગે કરનાર આરોપી અશોક રામમિલન નિષાદને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,704FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW