HomeGujaratCentral Gujaratઅહીં ગમે ત્યાં વાહન પાર્ક કરતા પહેલા વિચારજો, ખિસ્સુ ખાલી થઈ જશે

અહીં ગમે ત્યાં વાહન પાર્ક કરતા પહેલા વિચારજો, ખિસ્સુ ખાલી થઈ જશે

અમદાવાદ મહાનગર પાલિકા તરફથી હવે એક પાર્કિંગ પોલીસી જાહેર કરવામાં આવી છે. જે પોલીસીને સરકારે મંજૂરી આપી દીધી છે. જેના કારણે આવનારા દિવસોમાં મહાનગર પાલિકા તરફથી એનું અમલીકરણ કરવાની દિશામાં પગલાં ભરવામાં આવી રહ્યા છે. અમલીકરણ માટે નિયક કરેલા સેલની એક બેઠક યોજાઈ હતી. જેમાં આ પોલીસીની ચર્ચા કરવામાં આવી હતી. એક લાંબી ચર્ચા પછી નક્કી કરવામાં આવ્યું કે, જે નક્કી કરેલા પાર્કિંગ છે એના સિવાય અન્ય કોઈ જગ્યાએ ગાડી પાર્ક કરેલી હશે તો દંડ થશે.

ફૂટપાથ કે જાહેર રોડ પર વાહન પાર્ક કરી નહીં શકાય. જો આ નિયમનું ઉલ્લંઘન થશે તો પોલીસ તરફથી પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિસ સેલની બેઠક બાક આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરમાં બહારગામથી વાહન લઈને આવતા લોકોને હવે પબ્લિક ટ્રાંસપોર્ટ નજીક જ પાર્કિંગ અને રાઈડની સુવિધા અપાશે. જેમાં તેઓ નજીકના કોઈ સ્થળે પાર્કિંગમાં ગાડી પાર્ક કરી શકશે. આ ઉપરાંત કોઈ પ્રકારની મુશ્કેલી વગર મુસાફરી પણ કરી શકશે. આવા કોઈ પાર્ક અને રાઈડની જગ્યાએ ઈ બાઈક, સાયકલ, સટલ સર્વિસ તથા અન્ય સુવિધા પણ ઉભી કરવામાં આવશે. જેથી શહેરમાં પ્રાયવેટ વાહન રસ્તા પર ઓછા જોવા મળશે. અમદાવાદના ઈસ્કોન, ટાઉનહોલ, સત્તાધાર, નરોડા પાટિયા, પકવાન, આસ્ટોડિયા દરવાજા, સ્વસ્તિક સોસાયટી, ખમાસા, કર્ણાવતી ક્લબ, પાલડી ચોક, AEC, કાલુપુર રેલવે સ્ટેશન, પંચવટી, કાલુપુર સર્કલ, શ્યામલ, ભૂતની આંબલી, પરિમલ ચાર રસ્તા, ગોળલિમડા, શિવરંજની, રાયખડ જેવા વિસ્તારમાં નવી પાર્કિંગ પોલીસી લાગુ થઈ શકે છે.

નવા પાર્કિંગ આયોજનમાં ઓન સ્ટ્રિટ પાર્કિંગ રસ્તા પર પાર્કિંગની સુવિધા મળી રહેશે. ઓફ સ્ટ્રિટ પાર્કિંગ મુખ્ય રસ્તાઓ પર પાર્કિંગ માટેના લોકેશન સર્ચ કરી પે પાર્ક તરીકે પ્લોટ જાહેર કરાશે. માત્ર કાર કે ટુ વ્હીલર્સ જ નહીં રિક્ષા ચાલકો માટે પણ અલગથી પાર્કિંગના સ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. 3955 પાર્કિંગ સ્થળ હાલમાં નક્કી કરવામાં આવ્યા છે. ઓટો રિક્ષાચાલકો અને ટ્રક ચાલકો માટે પણ મફતમાં ઓન સ્ટ્રીટ સ્પોટ શોધીને એક સરળ વ્યવસ્થા મૂકવામાં આવશે. થોડા સમય પહેલા કોર્પોરેશન તરફથી પાર્કિંગ પોલીસીનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. વાધાં સુચનો મંગાવાયા, તા.24 એપ્રિલ 2021ના રોજ કોર્પોરેશન પાર્કિંગ પોલિસીનો ડ્રાફ્ટ જાહેર કરી દેવામાં આવ્યો હતો. આ અંગે અખબારોમાં જાહેર ખબર આપી પાર્કિગ પોલીસનું નોટિફિકેશન કરાયું આવ્યું હતુ. અમદાવાદ કોર્પોરેશનના કમિશનર તરફથી ગુજરાત પ્રોવિન્શિયલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 460 હેઠળ જનતાના વાંધા સુચનો લેવા પાર્કિગ પોલિસીની ડ્રાફ્ટ રજૂ કરાયો હતો. જેને સરકારે મંજૂરી આપી દીધી છે. એટલે હવે અમદાવાદમાં પાર્કિંગનો પ્રશ્ન હળવો થશે એ નક્કી છે.

ખાસ વાત એ છે કે જાહેર કરવામાં આવેલા વાંધા સૂચનોના મુદ્દે સ્થાનિક કોઈ નાગરિકે કોઈ પ્રકારના સૂચન આપ્યા નથી. જોકે, આશા એવી રાખવામાં આવે છે કે, પાર્કિંગનો પ્રશ્ન હવે હળવો થશે. બે સંસ્થાઓએ પોતાના વાંધા સુચનો રજૂ કર્યા હતા. જેને માન્ય રાખયા ન હતા. નવી પોલીસીમા એક મુદો પ્રજાને વાહન ખરીદી કરતાં પહેલાં પાર્કિગનું પ્રૂફ આપવું ફરજિયાત કરવાની જોગવાઇ હતી. જેને કમિટીએ રદ્દ કરી દીધી છે. પાર્કિંગ માટેની અન્ય બાકીની જોગવાઇઓ યથાવત રાખી સરકારની મંજુરી માટે મોકલી આપવામા આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW