HomeGujaratCentral Gujaratઅમારે અને સંઘને ગોડસે સાથે લેવાદેવા નથી, સંઘ દેશભક્તો પેદા કરે છેઃ...

અમારે અને સંઘને ગોડસે સાથે લેવાદેવા નથી, સંઘ દેશભક્તો પેદા કરે છેઃ પૂર્ણેશ મોદી

સરકારની કેબિનેટના મંત્રી પૂર્ણેશ મોદીએ વિધાનસભામાં રાજ્યપાલના પ્રવચન પરના આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના નેતાઓને વળતો જવાબ આપ્યો હતો કે, અહીં વારંવાર સંઘનું નામ લેવામાં આવે છે. ગોડસે સામે અમારે કોઈ પ્રકારનો સંબંધ નથી. ઈતિહાસ જોઈ લો. સંઘ દેશભક્તો પેદા કરે છે. જોકે, એમના આ નિવેદન પર આવનારા દિવસોમાં રાજકીય ગરમાવો આવે તો નવાઈ નહીં.

બીજી બાજું મહિલા દિવસના દિવસે કોંગ્રેસના મહિલા ધારાસભ્યોએ વિધાનસભામાં બળાપો કાઢ્યો હતો. રાજ્યપાલના સંબોધનના્ આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ જણાવ્યું કે, સરકારે મહિલા તેમજ બાળ કલ્યાણ વિભાગની એક સમિતી તૈયાર કરવી જોઈએ. જેમાં મહિલા ધારાસભ્યોને રાખવા જોઈએ. તમે બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરો પણ મહાનગર સુરતની હાલત જુવો. ધોળા દિવસે દુષ્કર્મ થાય છે. તેમ છતા સરકારના પેટનું પાણી હલતું નથી. આ પહેલા વર્ષ 2007માં મેં મારી સુરક્ષા માટે રક્ષણ આપ્યું હતું પણ હજુ સુધી આપ્યું નથી. હું ત્રણ ટર્મથી ધારાસભ્ય છું. મહિલાઓની કોઈ સુરક્ષા જળવાતી નથી. તેથી હું ગૃહમંત્રીનું રાજીનામું આપું છું. કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કહ્યું કે, પ્રથમ ત્રાસવાદી નથુરામ ગોડસે હતો. પ્રસ્તાવ લાવવો હોય તો એવો પ્રસ્તાવ લાવો ગોડસે પ્રથમ ત્રાસવાદી હતો. હ્યુમ ડેવલપમેન્ટમાં પહેલા હોવાની વાત શિક્ષણમંત્રી કરે છે. પણ આંકડા એવું કહે છે કે, ગુજરાત રાજ્ય આમાં પહેલા ક્રમે નથી. કોંગ્રેસે આ આંકડા નથી આપ્યા. ભાજપની કેન્દ્ર સરકાર આ આંકડા આપ્યા છે. ભારતીય બાળકોને યુક્રેનમાંથી સુરક્ષિત પાછા લઈને આવો. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, વિઘાનસભાના બજેટ સત્રમાં નીતિનભાઈ પટેલે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ મહિલા ધારાસભ્યોને 1.25 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવા માટે જાહેરાત કરી હતી. ગેનીબેને ઉમેર્યું કે, ધારાસભ્ય પ્રતાપભાઈ અને રઘુ દેસાઈએ મહિલાઓને યથાશક્તિ ભેટ આપીને મહિલાઓનું ખરા અર્થમાં સન્માન કર્યું. પ્રતાપ દુધાતએ બહેનોને સાડી અને રઘુભાઈએ ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને સુંદર પેન આપી સન્માનિત કર્યા.

આ વખતે ગેનીબેને પૂર્ણેશ મોદી પાસે તમામ મહિલા ધારાસભ્યો માટે રૂ.2 કરોડની વધારાની ગ્રાન્ટ માંગી છે. નીતિન પટેલની જેમ પૂર્ણેશ મોદી પણ મહિલા ધારાસભ્યોને નારાજ ન કરે એવી અપીલ પણ કરી દીધઈ છે. જ્યારે પણ રાજ્યમાં મહિલા અત્યાચારની ઘટના બને છે ત્યારે તમામ ધારાસભ્યોએ એના સમર્થનમં એકજુથ બની દોષિત સામે કડક કાર્યવાહી કરી દેવી જોઈએ. એવો આ સંકલ્પ વિધાનસભામં થાય એવ અપીલ કરૂ છું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW