HomeGujaratઆયોજન વિના દોડતી મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન : સરકારી આવકને નુકશાન,મુસાફરોની હાલાકી યથાવત

આયોજન વિના દોડતી મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન : સરકારી આવકને નુકશાન,મુસાફરોની હાલાકી યથાવત

ઔધોગીક નગરી મોરબીમાં વર્ષોથી લાંબા અંતરની ટ્રેન ફાળવવામાં આવી નથી જેના કારણે મુસાફરોને વાંકાનેર કે રાજકોટ સુધી લંબાવવું પડે છે. કોરોના પહેલા મોરબી રાજકોટ ડેમુ ટ્રેન ફાડવામાં આવી હતી તે ટ્રેન હાલ બંધ પડી છે તો વાંકાનેર રેલ્વે સ્ટેશન જવા માટે પણ મુસાફરોને સમખાવા પુરતી ડેમુ ટ્રેન દોડી રહી છે આ ટ્રેન પણ રાજકોટ ડિવીઝનની અણ આવડતના કારણે આયોજન વિના દોડી રહી છે કારણ કે કોરોના પહેલા જે સમયે ટ્રેન ચાલતી હતી તેનાથી વાંકાનેર રેલ્વે સ્ટેશન થી અમદાવાદ કે અન્ય આગળના સ્ટેશન સુધી જવા તેમજ રાજકોટ જામનગર સોમનાથ પોરબંદર તરફ જતી ટ્રેન મળે એવા સમયે ચાલતી નથી જેથી મુસાફરોને હાલાકી પડી રહી છે તો બીજી તરફ સરકારને પણ થનારી આવક પણ ગુમાવી રહી છે ત્યારે રેલ્વે વિભાગ આ ટ્રેન યોગ્ય સમયે દોડાવે તે જરૂરી છે.આજે ટ્રેનનો સમય બદલવાની જરૂર છે તેમાં વહેલી સવારે ૬ વાગ્યે મોરબીથી વાંકાનેર જતી ટ્રેન સવારે 6:45 વાંકાનેર સ્ટેશન પહોચે છે તો બીજી તરફ તેજ સમયે જામનગર વડોદરા ઇન્ટર સીટી પણ રેલ્વે સ્ટેશન પર આવે છે હવે કોઈ કારણસર ડેમુ મોડી થાય તો મુસાફર ટ્રેન ચુકી જાય છે આજ ઓરીતે આજ રીતે સવારે 8:10 મીનીટે મોરબીથી વાંકાનેર જતી ડેમુ 8:55 સ્ટેશન પર પહોચે છે. બીજી તરફ 8:40ના સમયે સૌરાષ્ટ્ર મેલ મુંબઈ ઓખા આવે છે. આ ટ્રેન વહેલી આવી જતી હોવાથી લોકોને તેનો લાભ મળી રહ્યો નથી જેથી આ તમામ ટ્રેનનો સમય 20 મિનીટ વહેલો કરવા માગણી ઉઠી છે આ ઉપરાંત મોરબી વાંકાનેર વચ્ચે અગાઉ 1 વાગ્યે મોરબી વાંકાનેર તેમજ રાત્રે 8:20 જે ટ્રેન ચાલતી હતી તે પણ હાલ બંધ છે. આ ટ્રેન પણ ફરી શરુ કરવા આ ઉપરાંત મોરબી રાજકોટ તેમજ માળિયા મોરબી ડેમુ ટ્રેન પણ ફરી શરુ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર જયેશભાઈ મકવાણાએ રેલ્વે મંત્રી અશ્વિની વૈશ્નવ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ સાંસદ વિનોદ ચાવડા સાંસદ મોહન કુંડારિયા ડી આર એમ રાજકોટને લેખિત રજૂઆત કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW