ઝારખંડમાં એક ફ્લાયઓવરનું ઉદ્ધાટન રિક્ષા ચાલકના હાથે કરાવાતા રાજકારણ ગરમાયું છે. જામતાડામાં NH 419 પર રેલવે ક્રોસિંગ પર કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ફ્લાયઓવરનું ઉદ્ધાટન ધારાસભ્ય ઈરફાન અંસારીએ એક રિક્ષા ચાલકના હાથે કરાવી દીધું. જેના કારણે રાજકીય હંગામો થયો છે. જામતાડાના ધારાસભ્ય ઈરફાન અંસારીએ રિક્ષા ચલાવી પોતાના સમર્થકો સાથે ઓવરબ્રીજ પાસે પહોંચ્યા હતા.
રિક્ષા ચાલક પાસે જ રિબન કપાવી ફ્લાય ઓવરનું લોકાર્પણ કર્યું હતું. આ ઉદ્ધાટનથી સાંસદ સુનિલ સોરેન નારાજ થયા છે. ધારાસભ્ય પર બંધારણીય પદનો દૂર ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું નહીં ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદ પણ કરી દીધી છે. જેની સામે કડક પગલાં લેવા માટે પણ માંગ કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.ઈરફાન અંસારીની હાજરીમાં રિક્ષા ચાલક સપન બાઉરીએ રિબન કાપી હતી. જ્યારે ચંચલા માતા મંદિરના પૂજારીએ શ્રીફળ વધેરી ફ્લાય ઓવરનું લોકાર્પણ કર્યું છે. આ પછી જામતાડાના ધારાસભ્ય ઈરફાન અંસારીએ કહ્યું કે, ચૂંટણી જીતતા પહેલા એવો વાયદો કર્યો હતો કે, લોકોને કોઈ પ્રકારનો કષ્ટ નહીં આપીએ. ફ્લાય ઓવર જામતાડા વાસીઓને સમર્પિત કરી સુખની અનુભૂતિ કરી રહ્યો છું. આ ફ્લાય ઓવર મળતા અહીંની પ્રજા ખુશ છે. જે વિકાસની રાજનીતિ કરે છે અને લોકોને ખુશ રાખે છે એ જ એની તાકાત છે. પણ આ મામલાને લઈને દુમકા ભાજપ સાંસદ સુનિલ સોરેને કહ્યું કે,કેન્દ્ર સરકાર તરફથી ફ્લાયઓવરનું નિર્માણ કરાવાયું છે. આ કેન્દ્ર સરકારની યોજના છે.
આ ભાજપ સરકારની દેન છે. જામતાડા એ લોકસભા વિસ્તારમાં આવે છે. નિયમ અનુસાર કેન્દ્રની યોજનાનું ઉદ્ઘાટન કરવાનો અધિકાર સ્થાનિક સાંસદનો હોય છે. ઘારાસભ્યએ આ નિયમનો ભંગ કર્યો છે. આ મામલે DRM સાથે વાત કરતા ઉમેર્યું કે, ઈરફાન અંસારી સામે FIR કરવની માંગ કરી છે. પણ ઝારખંડમાં આ પ્રકારનો વિવાદ એ નવો નથી. આ પહેલા ગોડ્ડા સાંસદ નિશિકાંત દુબે સહિત ઈરફાન પઠાણ અને રાજ્ય સરકાર વચ્ચે દેવધર સ્થિત એમ્સના ઉદ્ઘાટનને લઈ મોટી નિવેદનબાજી થઈ હતી. ગોડ્ડામાંથી જ્યારે રેલવે લાઈનની શરૂઆત થઈ ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય પ્રદીપ યાદવના સમર્થક અને નિશિકાંત દુબેના સમર્થક સામસામે બાખડી પડ્યા હતા. બંને નેતાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

