HomeGujaratCentral Gujaratસ્વામી નારાયણ મંદિરના ગેટ પાસે ઈંડા-દારૂની બોટલ મૂકી જતા ભાવિકની લાગણી દુભાઈ

સ્વામી નારાયણ મંદિરના ગેટ પાસે ઈંડા-દારૂની બોટલ મૂકી જતા ભાવિકની લાગણી દુભાઈ

વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા એક ઐતિહાસિક સ્વામીનારાયણ મંદિરના ગેટ પાસે કોઈ વ્યક્તિએ ઈંડા, ડુંગળી, પાઉં તથા અન્ય નોનવેજ સહિત દારૂની બોટલ મૂકીને જતા સંતો-ભક્તિોની લાગણીને ઠેસ પહોંચી છે. આ મામલે મંદિર તરફથી વાડી પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. આ સાથે જવાબદાર શખ્સો સામે કડક પગલાં ભરવા માંગ કરાઈ છે. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા વર્ષો જૂના અને પ્રસાદીના સ્વામિનારાયણ મંદિરના પૂર્વ બાજુના ગેટ પાસેથી આવી વસ્તુ મળી આવી હતી.

કોઇ અજાણ્યો વ્યક્તિ ઇંડા, ડુંગળી અને પાંઉ સહિતની નોનેવેજ વસ્તુઓ કોથળીમાં મુકી જતા મોટો વિવાદ થયો છે. જેના પડઘા મોટા સંતો સુધી પડ્યા છે. આ અંગે વાડી સ્વામિનારણ મંદિરના કોઠારી ઘનશ્યામ સ્વામીએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી જવાબદારો સામે પગલાં લેવા આદેશ કર્યો છે. વડતાલ દેશ ગાદીનું વાડી સ્વામિનાયણ સંપ્રદાયનું આ મંદિર આશરે 147 વર્ષ જૂનું છે. ઘણા લઘુમતિ કોમની વસ્તી આ મંદિરની ચારેય તરફ હાલમાં છે. પરંતુ મંદિર અને આજુબાજુના તમામ લોકો સાથે અમારે સારા સંબંધો છે. એવું કોઠારીજીએ કહ્યું હતું.


રોજ મંદિરના ટાવરના મુખ્ય દરવાજામાં કોઇ વ્યક્તિ બ્રેડ, ઇંડા અને રસોડાનો કચરો ચાર થેલીમાં ફેંકી નાખી ગયું છે. જેના કારણે ભાવિકોની શ્રદ્ધાને ઠેસ પહોંચી છે. દારૂની બોટલ પણ છુટ્ટી પડી છે. જેથી સંતો તથા ભક્તોની લાગણી દુભાઇ છે. ભાવિક રૂપેશ સથવારાએ જણાવ્યું હતું કે, વાડી મંદિર પાસે આવી વસ્તુઓ નાખી જે કૃત્ય કરવામાં આવ્યું છે જે યોગ્ય નથી. તેનાથી ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે. કોઇએ આ વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી આવું કામ કર્યું છે. તેની સામે કડક કાર્યવાહી થવી જોઇએ.

જ્યારે ઘનશ્યામ સ્વામી કોઠારીએ જણાવ્યું છે કે, આ ઉપરાંત મહિલાઓના મંદિરની બહાર ભગવાનની મૂર્તિ છે જ્યાં કેટલાક લોકો પેશાબ કરે છે. જે પણ યોગ્ય નથી. આ સિવાય નો પાર્કિંગની જગ્યામાં લોકો વાહન પાર્ક કરી દે છે. પેશાબ કરે છે. દિવાલ પાસે ન લખવાની વસ્તુઓના નામ લખી દેવામાં આવે છે. જેના કારણે ભાવિકો સહિત સંતોને પણ ઠેસ પહોંચે છે. આવી ઘટનાને કારણે કોઈ મોટો હોબાળો ભવિષ્યમાં ન થાય એ માટે પોલીસે કડક પગલાં ભરીને કામગીરી કરી દેવી જોઈએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW