HomeGujaratCentral Gujaratસુરતથી સૌરાષ્ટ્રની હવાઈ મુસાફરી, બે મહિનામાં 4 હજાર લોકોએ માણ્યો આનંદ

સુરતથી સૌરાષ્ટ્રની હવાઈ મુસાફરી, બે મહિનામાં 4 હજાર લોકોએ માણ્યો આનંદ

ગુજરાત સરકાર અને સુરતની એરલાઈન વેન્ચુરા એરકનેક્ટ દ્વારા રોજીંદી હવાઈ સેવાને બે મહિના થયા છે. 2022માં શરૂ થયેલી સેવા સુરતથી અમદાવાદ, સુરતથી રાજકોટ, સુરતથી અમરેલી અને સુરતથી ભાવનગર માટે ચાલુ કરવામાં આવી છે. પ્રથમ બે જ મહિનામાં વેન્ચુરા એર કનેક્ટના વિમાનોમાં 4000થી વધુ નાગરિકોએ લાભ લીધો છે.

વેન્ચુરાના વિમાનોમાં મોટા વિમાનો કરતા અલગ અનુભવ થાય છે. લોકો પોતાની સાથે પાઈલોટને વિમાન ચલાવતા જોઈ એક વિશિષ્ટ પ્રકારનો આનંદ અનુભવે છે. આ વિમાનોમાં દરેક મુસાફરને વિન્ડોસીટ માટે કોઈ વધારાના પૈસા ચુકવવો પડતો નથી. જેથી લોકો ઘણા સંતુષ્ટ જોવા મળે છે. આ વિમાન સેવા માટે માર્ચથી દરેક શહેરો માટેનો ચાર્જ 2222 રૂપિયા પ્રતિ વ્યક્તિ રાખવામાં આવ્યો છે.

ગુજરાતની જનતા દ્વારા આ 9 સીટવાળા વિમાનોની સેવાને વધારવાની પણ માંગણીને ધ્યાને રાખવામાં આવી છે. ઉડ્ડયન મંત્રી પુર્ણેશભાઈ મોદીએ સુરત – અમદાવાદ, માટે દૈનિક 2 ફ્લાઈટ ચલાવવાનો નિર્ણય લીધો છે. સાથે અન્ય શહેરો માટે વિમાન સેવામાં વધારાનો નિર્ણય હાલ વિચારાધીન છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW