HomeGujaratમોરબી:રફાળેશ્વર ગામ પાસે નિયમ વગરના બમ્પથી વાહનચાલકોને હાલાકી

મોરબી:રફાળેશ્વર ગામ પાસે નિયમ વગરના બમ્પથી વાહનચાલકોને હાલાકી

મોરબી પાસેના રફાળેશ્વર ગામ પાસે આવેલી રેલ્વે ફાટકની બંને તરફ મસમોટા બમ્પ ખડકી દીધા હોવાથી અનેક વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેના કારણે વારંવાર આ વિસ્તારમાં કંટાળાજનક ટ્રાફિકજામ થઈ જાય છે. નીચા વાહનો પણ બમ્પને વાહનમાં નીચે અડી જતા વાહનોમાં પણ મોટું નુકસાન થાય છે. તેથી ઝડપથી નિયમ અનુસાર બમ્પ તૈયાર કરવામાં આવે એવી સ્થાનિકની માંગ છે.

મોરબી પાસેના રફાળેશ્વર પાસે નિયમ અનુસાર બમ્પ ન તૈયાર કરાતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેના કારણે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં સવારે અને સાંજ ટ્રાફિકજામ થઈ જાય છે. જેથી લોકોને અહીં પસાર થવામાં મુશ્કેલી પડે છે. આ અંગેની નોંધ લઈને તંત્ર તાત્કાલિક નિયમ અનુસાર બમ્પ તૈયાર કરે એવી માંગ ઊઠી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW